________________
૧૪૮
ઉપરાંત, સંસ્કૃતિમાં સુપાત્રદાન- ઉચિતદાન-શાનદાન-અભયદાન-કીર્તિદાન વગેરેને દાનધર્મમાં સ્થાન છે. તેવા જ પ્રગતિને પોષણ આપનારા પણ સુપાત્રદાન, જ્ઞાનદાન, ઉચિતદાન, અભયદાન, કીર્તિદાન ઠરાવેલાં હોય છે પરંતુ તે વાસ્તવિક રીતે દાનાભાસ હોય છે.
દા. ત. સ્વયંસેવકને અંગત ખર્ચ માટે આપવું વગેરે સુપાત્રમાં ગણે, ભૌતિકવાદની હાલની કેળવણીમાં આપવું, તેને જ્ઞાનદાન ગણે. મરઘાં, બતકાને સારી રીતે ઉછેરનારને મેડલ (ચાંદ) વગેરે આપવાને ઉચિતદાન ગણાવાય.
કતલખાનાં ચલાવરાવી તેથી ઉત્પન્ન થતો માલ વેચી શોષણથી ગરીબ થયેલા લોકો માટે હૂંડિયામણ કમાઈ, ગરીબ દેશભાઈઓને ધન આપવું વગેરેને અભયદાનમાં ગણાવાય. ક્રિકેટ વગેરેમાં સખાવત કરનારને માટે માનપત્ર વગેરે-કીર્તિદાન ગણાવાય.
સખાવત શબ્દથી જે વ્યવહાર કરાય છે, તેને માટે ધર્માદા શબ્દ પણ શી રીતે વાસ્તવિક ગણાય ? માટે, તે ભાવદાન પોષક દ્રવ્યદાન તો નથી, પરંતુ અપ્રધાન દ્રવ્યદાન કહેવાય છે. જે ઉપાદેય નથી.
ઉપર જણાવેલાં પાંચેય મુખ્ય દ્રવ્યોમાં અને સાધારણમાં માત્ર સુપાત્ર ખાતાંઓનો જ સમાવેશ છે. માત્ર પાંચમા ધર્મદ્રવ્યમાં અનુકંપા, અમારી (જીવદયા) ખાતાને પણ સ્થાન છે.
દા.ત. જ્ઞાનખાતું અને હાલની કેળવણીનું ખાતું તદ્દન જુદી જુદી અપેક્ષાઓ ધરાવે છે. બહારથી બન્નેય જ્ઞાનના ખાતાં જેવાં દેખાય છે, પરંતુ જ્ઞાનખાતું ધર્મપ્રધાન સંસ્કૃતિમાં પણ ધર્મને લગતા જ્ઞાનમાં પણ વપરાતું નથી. તેમાં પણ જેને જૈન ધર્મમાં શ્રુતજ્ઞાન કે સમ્યજ્ઞાન કહેવામાં આવે છે, તેને પોષક જે ખાતું હોય, તે ખાતું જ્ઞાનખાતું, તે જ્ઞાનક્ષેત્ર કહેવાય છે.
ત્યારે કેળવણી, ધર્મપ્રધાન સંસ્કૃતિનું જ્ઞાન દૂર કરાવી, જીવનમાં ભૌતિક પ્રગતિને અનુકૂળ જ્ઞાન એટલે બોધ-અનુભવ-(નોલેજ) અને તે પ્રમાણે અમલીકરણના જ્ઞાન (પ્રેક્ટિકલ નોલેજ)ને કહેવામાં આવે છે. તે સર્વનો કેળવણીમાં સમાવેશ કરવામાં આવે છે. જ્ઞાન અને કેળવણી એ બે વચ્ચે કેટલું બધું અંતર છે ? આકાશ અને પાતાળ જેટલું, મેરુ અને સર્પપ જેટલું અંતર છે.
ઘણી વખત આ જાતની કેળવણીમાં સીધી રીતે ન દોરવતાં આડકતરી રીતે તેમાં દોરવવા માટે, ધાર્મિક સ્વરૂપની શિક્ષાના નામને આગળ કરીને પરિણામે અનુબંધ-હાલની કેળવણી ત૨ફ દોરવવાનું લક્ષ્ય હોય, તો તે બહારથી ધાર્મિક સ્વરૂપનું દેખાતું જ્ઞાન પણ જ્ઞાનાભાસ બની જાય છે. જેમ “એક અશક્ત ઘરડો વાઘ ક્યાંકથી રૂદ્રાક્ષની માળા ધારણ કરીને પાણીના ખાબોચીયામાં બેસી, આવનાર મુસાફરને-“ પોતે ભક્ત” હોવાનું જણાવી, બાજુમાં પડેલા સોનાના કંકણનું દાન લેવા લલચાવી, પોતાની તરફ આકર્ષી, કાદવમાં ખૂંચતાં મુસાફર ઉપર તરાપ મારીને, ઘણા દિવસની ભૂખનું દુઃખ દૂર કરતો હોય.” એ રીતે એવું દાન દાનાભાસ બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org