________________
૧૫૦
ભાવોલ્લાસની વૃદ્ધિ માટેના ધાર્મિક અનુષ્ઠાન રૂપ છે. તે વેચાણ કે ખરીદી પણ નથી. ભલે તેમાં ધનના ચડાવી એટલે ઉત્સર્પણા રૂપ-ક્રમશઃ વધારા રૂપ હોય છે. હમેશાં, દાન-શીયળ, તપ, અને ભાવના, એ ચારમાં ગૃહસ્થને, દાન એટલે કે ધનનો ઉપયોગ કરીને ધર્મ કરવાનું વધારે સુલભ અને શક્ય હોય છે. બીજા કેટલેક અંશે અશક્ય અને દુર્લભ હોય છે. તેથી ધર્મકાર્યમાં ગૃહસ્થો ધનનો ઉપયોગ કરે, કે જે તેને માટે દાન ધર્મરૂપ બની રહે છે. તેથી ધનનો ઉપયોગ થવા છતાં, તે ખરીદી કે વેચાણ નથી; હરાજી કે લીલામરૂપ પણ નથી હોતું.
કેટલાક-સામાયિક, બ્રહ્મચર્યવ્રત, વગેરે ધાર્મિક અનુષ્ઠાનના પણ ચડાવા બોલતા હોય છે. એટલે શીયળ, તપ, ભાવનાના પણ ચડાવા બોલાય. જેમ તે ચડાવા હરાજી કે લીલામ નથી, ધન સાથે સંબંધ ધરાવતા નથી. ભાવોલ્લાસના વ્યવહારુ ઉપાય તરીકે હોય છે. જેમ દશાર્ણભદ્ર-રાજાએ ચડાવામાં દીક્ષા લીધી હતી. જેમ તરતના નવપરિણીત એક શ્રીમંત ગૃહસ્થ પતિ-પત્નીએ ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર જાના ઘેર-પહોંચ્યા પહેલાં જ બન્નેએ ચડાવામાં ચતુર્થવ્રત ચાવજીવ. બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને પહેલી આરતી ઉતાર્યાની ઘટનાનો ઇતિહાસ સાંભળવામાં આવે છે. વગેરે.
બીજું, પબ્લિક ટ્રસ્ટ એટોમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક દૃષ્ટિથી ઘણી ઘણી વિરુદ્ધ બાબતો છે. ધર્મ ઉપર બીજા ધાર્મિક તંત્રની સત્તા અને અધિકાર સ્થાપિત થાય છે. તથા એક નવી બાબત એ છે, કે ધાર્મિક” અને “ધર્માદા” એટલે કે “રીલીજીયસ” અને “ચેરિટેબલ” બન્નેયને માટે એક જ કાયદો ઘડી, અમલમાં મુકાવવામાં આવેલ છે. તે તદ્દન અયોગ્ય છે.
કેમ કે - ધાર્મિક મિલકતોને બંધારણની ખાસ કલમોથી પણ સ્પષ્ટ અને મજબૂત રીતે ધાર્મિક માન્યતા અનુસાર રક્ષણ અપાયેલું છે. તેવું રક્ષણ, ધમાંદા માટે નથી. કેમ કે તે ધાર્મિક નથી. તેથી તેને નવા બંધારણની-પચ્ચીસમી, જીવીશમી, સત્યાવીશમી વ. કલમ લાગુ શી રીતે પડે ?
એટલા માટે, બિહાર રાજયમાં સ્વતંત્ર ધાર્મિક કાયદો છે. તેની સાથે સખાવતી ધમદાને-પહેલેથી જ જોડેલ નથી. એ પ્રમાણે કેન્દ્ર પણ બે જાતની-જુદા જુદા બિલની જુદી જુદી પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરી છે, એકમાં ધાર્મિક અને બીજીમાં ધર્માદા બાબતો લીધી છે.
બન્નેય ભેગા રાખવામાં તો ખામી છે જ. પણ ભેગાં રાખવાની પાછળ જે આશય હોવાનું સમજાય છે, તે પણ દૂષિત છે.
તેમાં આશય એમ સમજાય છે, કે “ધાર્મિક દ્રવ્યો ન વપરાય કે પડ્યા રહેલા હોય (સરપ્લસ રકમ હોય, તો તેને હાલના સખાવતી-ધર્માદા ખાતામાં લઈ જઈ શકાય. “સિપ્રે” લાગુ કરીને કે બીજી રીતે કોર્ટની સહાયથી ભવિષ્યમાં તેમ કરી શકાય. એટલે કે ધાર્મિક રકમો આજના કેળવણી, દવાખાના, લોકોને પાણી પૂરું પાડવું, તથા તેવા બીજા સખાવતી કે જેને ધમદિા શબ્દથી કાયદામાં કહેવામાં આવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org