________________
૧૩૨
ગાથા-૬૭]
૭. દેદાંતદ્વાર – કર્મચાર-પુણ્યસાર કથા જ્ઞાની મહાત્મા કહે છે, કે “ચંદ્રપુરમાં જિનદત અને જિનદાસ નામના પરમ શ્રાવક બે શેઠિયાઓ રહેતા હતા.
એક દિવસે ત્યાંના શ્રાવકોએ મળીને જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સાચવવા માટે સારા ઉત્તમ ગૃહસ્થો જાણીને તે દ્રવ્ય તેમને બન્નેયને સોંપ્યું.
એક દિવસ પહેલાએ (એટલે કે જિનદત્તે) પોતાના ચોપડામાં બરાબર તપાસીને, “નામું લખનારના (તે) મહિનાના મહેનતાણાના આપવાના દ્રમ્મ નક્કી કર્યો, પરંતુ પાસે બીજું ધન ન હોવાથી “આ પણ જ્ઞાનનું કામ છે.” એમ વિચારીને બાર દ્રમ્પ (દામ) નામું લખનારને આપ્યા.
અને બીજાએ “સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રને યોગ્ય હોવાથી, શ્રાવકોને પણ આપવું યોગ્ય છે.” એમ વિચારીને પોતાની પાસે બીજું ધન ન હોવાથી, ઘરના ખાસ જરૂરી કામ પ્રસંગે સાધારણ દ્રવ્યમાંથી બાર દ્રમ્મ વાપર્યા.
ત્યાંથી મરીને, પાપકર્મને યોગે, બન્ને પહેલી નરકમાં ગયા હતા.
ત્યાંથી, નરકગતિ, એકેદ્રિય, બેઈદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય, અને પંચેન્દ્રિય તિર્યચપણે, દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા સાગર શેઠની પેઠે, સર્વત્ર બાર હજાર વખત ખૂબ-ખૂબ દુઃખ અનુભવીને, ઘણાં પાપ ખપી ગયા પછી, તમે બન્નેય અહીં થયા છો, એટલે કે, અહીં જન્મ્યા છો. પૂર્વકર્મના યોગે આ ભવમાં પણ બાર બાર કરોડ ગુમાવી બેઠા છો.”
એ પ્રકારે જ્ઞાની મહાત્માનું તે વચન સાંભળીને બન્નેએ શ્રાવક ધર્મનો સ્વીકાર કરી, નીચે પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું કે- “વેપાર વગેરેમાં જે દ્રવ્ય મળશે, તેમાંથી હજાર હજાર ગણું દ્રવ્ય જ્ઞાન-ક્ષેત્રમાં અને સાધારણ ક્ષેત્રમાં અર્પણ કરી જ દેવાના. ત્યાર પછી જે ધન મળે, તે પોતાનું ગણવું.” એવો નિયમ ગ્રહણ કર્યો.
તેથી, પૂર્વકર્મનો ક્ષય થવાથી, બન્નેય ખૂબ ધન મેળવીને તેમાંથી બન્નેય ક્ષેત્રોમાં બાર દ્રમકનું હજાર હજારગણું દેવું આપીને, અનુક્રમે બાર કરોડ ધનના સ્વામી થયા.
2. જેણે લખાણ બરાબર તપાસ્યું હોય તે, તેની સાથે. 3. [સાગર શેઠની કથા આ પુસ્તકની ૨૪મી ગાથાની ટીકામાં છે. અને તે
શ્રાદ્ધ-દિન-કૃત્ય અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં પણ પ્રસિદ્ધ છે.].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org