________________
ગાથા-૬૭]
૭. દષ્ટાંતદ્વાર – કર્મસાર-પુણ્યસાર કથા
૧૨૯
'संकासो वि विभित्तूणं, कम्म-गंठिं सु-णिब्बुडो । जाहिही सो उ णिव्वाणं महा-सत्तो, ण संसओ ॥६७।।
(શ્રા.દિ.ક.ગા-૧૩૯] “સંકાશ શ્રાવક પણ કર્મની ગાંઠ ભેદીને સારી રીતે નિવૃત્ત થયા, એટલે કે સંયમમાં સ્થિર થયા અને તે મહાસાત્ત્વિક આત્મા મોક્ષમાં જશે, તેમાં શંકા નથી.” ૬૭
સંજાણો.” ત્તિ ચાલ્યાજે સંકાશ પણ કાળક્રમેમૂળ સહિત મોહનો નાશ કરીને, મહાસાત્ત્વિક=સંતોષ રૂપી અમૃતથી સિંચાયેલી મનોવૃત્તિવાળા
સારી રીતે નિવૃત્ત થયેલા=મુક્તિના સુખનો સ્વાદ પ્રાપ્ત કરેલ હોવાથી, સંયમમાં પ્રીતિ રાખીને, એટલે કે “જીવન-મુક્ત થઈને, –
“મદ અને મદનને જીતી લેનારા, વાણી, કાયા અને મનના વિકાર વિનાના, અને પારકી આશા વગરના સુ-વિહિત મહાત્મા પુરુષોને અહીં જ મોક્ષ છે.” – નિર્વાણ પામશે.”
ફર્મસાર ને પુણ્યસારની કથા છે એ પ્રકારે, શાનદ્રવ્ય અને સાધારણદ્રવ્યનો વિનાશ કરવાથી થયેલા પાપકર્મનો ઉપર જણાવેલા વિધિથી નાશ કરવાનું બતાવવા માટે કર્મસાર અને પુણ્યસારનાં દૃષ્ટાંતો નીચે પ્રમાણે છે. -
કથા
ભોગપુરમાં ચોવીસ કરોડ સોનામહોરના માલિક ધનાવહ શેઠ હતા. ધનવતી તેમનાં પત્ની હતાં. તે બંનેયના જોડકે જન્મેલા કર્મસાર અને પુણ્યસાર નામે પુત્રો હતા.
1. આ ટિપ્પણીનો અર્થ ૬૩મી ગાથા મુજબ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org