________________
ગાથા-૫૦] ૬. પ્રાયશ્ચિતદ્વાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ
૧૦૯ શ્રદ્ધાનો ભંગ થાય,” વગેરે કારણો ધ્યાનમાં લઈને વિધિપૂર્વકનું ચૈત્ય ન હોય, તો ત્યાં પણ (ગીતાથ)મુનિ મહારાજાઓ જાય છે, પરંતુ જે અગીતાર્થ મુનિઓ હોય, તે ન જાય.”
એટલા જ માટે- “હે પ્રિય વાદી ! જો કે એ જિનાલયો તો છે, તો પણ એ સાવદ્ય છે.”
ઇત્યાદિ શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનના વચનથી પણ સિદ્ધ થાય છે.
અવિધિ' રૂપ મિથ્યાત્વની વૃદ્ધિ થવાનું કારણ જાણીને, સુવિહિત મુનિઓના અગ્રેસર શ્રી કુવલયપ્રભ' આચાર્ય મહારાજશ્રીએ ચૈત્યનો ઉદ્ધાર કરવાનો ઉપદેશ આપ્યો નહીં.
8. વિધિ=સિદ્ધાતમાં કહેલો ક્રમ. (આ૦)
રાત્રિમાં=દહેરાસરમાં-નંદી એટલે સ્તુતિ ન કરાય, બલિનું-નૈવેધનું-બલિદાન ન કરાય. પ્રતિષ્ઠા ન કરાય. સ્નાન ન કરાય. રથયાત્રા ન કરાય, સ્ત્રીનો પ્રવેશ ન કરાય, નૃત્ય ન કરાય, અને સાધુનો પ્રવેશ ન કરાય. માટે આ ચૈત્યમાં મુસાફર, સાધુ અને સ્ત્રીનો નિવાસ ન કરાય. અને ભોજન વગેરે પણ ન કરાય. એ વગેરે રીતે, દ્રવ્યથી-અવિધિના કર્યાં જ્યાં ન કરી શકાય. તેનું નામ વિધિ ચૈત્ય છે.
જેમાં લૌકિક દેવ મંદિરની માફક તેવું કાંઈ પણ ન કરી શકાય, તે વિધિ ચૈત્ય છે. 9. [પાસસ્થા વિગેરેના અને ચૈત્યવાસી વગેરેના તાબામાં હોય, તે વિધિ ચૈત્ય નથી. કેમ
કે તે અવિધિથી ઘેરાયેલ હોય છે. તેથી મૂલ આરાધના અને ઉત્તર આરાધનામાં
બાધક થાય તેવા હોય છે. આo] 10. તે દ્રવ્ય લિંગિઓ તો આભિગ્રાહિક મિથ્યાષ્ટિઓ હોય છે.” એ પ્રમાણે શ્રી
મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. 11. એ પ્રકારે દ્રવ્યથી અને ભાવથી અવિધિ ચૈત્ય બતાવ્યું.
ચૈિત્યવાસીના કબજાનું દહેરાસર હોવાથી તે અવિધિ ચૈત્ય છે. કેમ કે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે, કે દ્રવ્ય લિંગિયો તો આભિગ્રહિક મિથ્યાદેષ્ટિઓ હોય છે. (૩૦) વિધિ-સિદ્ધાંતમાં કહેલો ક્રમ. તે “રાત્રિમાં નંદી’ વગેરે ન કરાય.” તે શ્લોકમાં કહ્યા પ્રમાણે સમજવો. તેથી વિરૂદ્ધ વર્તવું, તેનું નામ અવિધિ. તેથી, “તે અવિધિ ચૈત્ય હોય છે.” એમ કહેવું યોગ્ય છે. “તે દ્રવ્ય લિંગિઓ તો આભિગ્રહિક મિથ્યાદેષ્ટિઓ હોય છે.” તે પ્રકારે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. ડિo) [એ પ્રકારે દ્રવ્યથી અને ભાવથી અવિધિ ચૈત્ય બતાવ્યું. આ0].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org