________________
ગાથા-૫૦]
૬. પ્રાયશ્ચિતદ્વાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ
૧૦૭
• પ્રશ્ચાત્તમાં થોડા વખતના સામાયિકનો આરોપ કરીને, અને લિંગ એટલે કે સાધુવેશ આપીને, વિધિપૂર્વક આલોચના કરવી.
ૐ ૭. પાસસ્થા વિગેરેનો પણ જોગ ન હોય, તો
રાજગૃહી વગેરે નગરની બાજુના ગુણશીલ ચૈત્ય વગેરે સ્થાનોમાં અરિહંત ભગવંત અને ગણધર ભગવંતો વગેરેએ ઘણી વખત પ્રાયશ્ચિત્તો આપેલાં હોય, તે જે દેવતાએ જોયેલાં હોય તે સ્થાને જઈને તે સમ્યગ્દષ્ટિ દેવતાને અઠ્ઠમ વગેરે તપથી આરાધીને, પ્રત્યક્ષ થાય ત્યારે, તેની પાસે આલોચના કરવી.
કદાચ તે દેવતા ચ્યવી ગયેલ હોય, અને તેને ઠેકાણે બીજા દેવ ઉત્પન્ન થયેલ હોય, તો તે, મહાવિદેહ ક્ષેત્ર વગેરેમાં બિરાજમાન શ્રી અરિહંત ભગવાનને પૂછીને પ્રાયશ્ચિત્ત આપે.
↑ ૮. તેનો જોગ ન થાય, તો અરિહંત ભગવાનની પ્રતિમા આગળ આલોચના કરીને, પોતાની મેળે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરે.
↑ ૯. તેનો પણ યોગ ન હોય તો, પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનની સમક્ષ પણ આલોચના કરવી.
↑ આ હકીકતને મળતો પાઠ શ્રી વ્યવહારસૂત્રમાં સ્પષ્ટ જ મળે છે. તે આ પ્રકારે છે
“જ્યાં સમ્યગ્ ભાવિત ચૈત્યો જોવામાં આવે, તેની આગળ આલોચના કરવાનું તેને કલ્પે છે, અને પ્રાયશ્ચિત્તનો પણ સ્વીકાર કરવા સુધીનું સર્વ કલ્પે છે.”
“જ્યાં સમ્યગ્ ભાવિત એટલે સમ્યક્ દૃષ્ટિ આત્માઓએ ભાવિત એટલે આગમની બરાબર આજ્ઞા પ્રમાણે કરાવેલા અને પ્રતિષ્ઠા કરાવેલા વિધિપૂર્વકના ચૈત્યો (પ્રતિમાજી) જોવામાં આવે, તેઓની આગળ આલોચના કરવી. પરંતુ સર્વ-પાસસ્થા વગેરેના અધિકારમાં હોય, એવા અવિધિ ચૈત્યોની (પ્રતિમાજી) આગળ જઈ, આલોચના ન કરવી. કેમ કે તેમ કરવાથી આજ્ઞાનું ઉલ્લંઘન વગેરે દોષો લાગે છે, કારણ કે, તેવા ચૈત્યો (પ્રતિમાજી) અનાયતન રૂપ હોય છે.
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સમ્યક્ત્વકુલક ગ્રંથમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org