________________
ગાથા-૪૭-૪૮]
૬. પ્રાયશ્ચિતદ્વાર – આલોચના યોગ્ય આત્મા
૧૦૧
(૬) 'દ્રવ્ય વગેરેની બરાબર શુદ્ધિ રાખીને, એટલે કે- “ વ્યાદિક પણ ઉત્તમ હોવા જોઈએ.” ૪૬ | હવે, (પહેલું) અર્વ એટલે યોગ્ય દ્વારનું વિવરણ કરવામાં આવે છે -
સિંવિધ ૩, મારૂં, માં, -ફિગો, મણ-ssiણી પળો , સો, બાળ-ડયો, ફુડ-તાવી જણા તવિદિ સમુસુમો કુતુ, માહા-Ssસેવા-5sz-ર્તિા-નુમો . आलोयणा-पयाणे जुग्गो, भणिओ-जिणिंदेहिं ॥४८॥ (जुम्म)
પંચાશક-૧૫. ગા. ૧૨-૧૩] “સંવિગ્ન-વૈરાગી, માયા કપટ વગરનો, વિવેકી, આચાર પાળવામાં દઢસ્થિર, લાલચ વગરનો, સમજાવી શકાય એવો, શ્રદ્ધાળુ, આત્મામાં વશવર્તી, પાપથી દુઃખી રહેનારો, આલોચના વિધિ માટે તત્પર, અભિગ્રહનું પાલન કરવા વગેરેનાં ચિહ્નો ધરાવનાર, હોય, તેને શ્રી જિનેશ્વર ભગવંતોએ આલોચના દેવાને યોગ્ય કહ્યો છે.” ૪૭, ૪૮.
“વિશો” “તશ્વિહિ'' રિા ચાડ્યા
૪ ૧. સંવિગ્ન=એટલે કે “સંસારથી વિરક્ત હોવાને લીધે આલોચના દેવામાં યોગ્ય હોય છે.”
એવો જ આત્મા દુષ્કર કામો પાર પાડવાની મનોવૃત્તિ ધરાવતો હોવાથી તેને આલોચના લેવાનું સહેલું થાય છે.
કહ્યું છે કે“રાજા રાજ્ય છોડી શકે છે, પણ પોતાનું દુશરિત્ર કહી શકાતું નથી.”
૨. તથા, માયારહિત એટલે કે કપટ વગરનો. કપટી માણસ પોતાનું દુષ્કૃત્ય, જે રીતે-ખરેખરી રીતે એ હોય, તે રીતે કહી શકતો નથી.
૩. બુદ્ધિશાળી એટલે વિવેકી. વિવેક વગરનો હોય, તે આલોચનાદિકનું સ્વરૂપ પણ જાણતો નથી હોતો. 1. આદિ શબ્દથી-ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ પણ સમજી લેવી.] 2. મુશ્કેલી ભરેલું. 3. જો કે રાજા, રાજ્ય છોડવા તૈયાર થઈ જાય, પરંતુ પોતાનું પાપ પ્રકાશવા તૈયાર ન
થાય.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org