________________
ગાથા-૪૩]
૫. દોષદ્વાર – ચંદ્રકુમારની કથા
ત્યાર પછી, શ્રી ચંદ્રકુમાર પણ દૂષિત આહાર વગરેથી દુષ્ટ તે શહેરને છોડી દઈ, પત્નીઓ સાથે બીજે ગામ જઈને ભોજન કર્યું.
ત્યાર પછી, અનુક્રમે અનેક રાજ્યોનાં સુખ ભોગવી મોક્ષમાર્ગની આરાધના કરી મોક્ષમાં ગયા.”
શ્રી ચંદ્ર-કેવલિ ચરિત્રને અનુસાર છે દેવ વગેરે દ્રવ્યના વિનાશની શંકા હોય તો પણ તેના ઘરનો દેવતા (ઈધણ-લાકડાં) પણ શ્રાવક વગેરેએ ન લેવાં જોઈએ.
વધારે તો શું કહેવું?
છે આમ હોવા છતાં કદાચ કુટુંબાદિકના દબાણથી શ્રાવકને તેને ઘેર જમવું પડ્યું હોય, ત્યારે દેવદ્રવ્યના ભક્ષણની ટેવ ન પડી જાય, માટે જેટલું ભોજન કર્યું હોય, તે અનુસારે દેવદ્રવ્ય વગેરેમાં તેથી વધારે ભેળવીને નકરો મૂકવો જ (અને બોજારહિત થવું). એમ કરવાથી “અતિચાર દોષ પણ લાગે નહીં.”
શ્રીપ્રશ્નોત્તરસમુચ્ચયના ચોથા પ્રકાશમાં પૂજ્યપાદ શ્રીહિરવિજયસૂરિજી મહારાજાએ કહ્યું છે કે
“તથા,
દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારને ઘેર જમવા જવાનું કહ્યું? કે નહીં?”
“કદાચ જમવા જવાય, તો તે જમણના ખર્ચનું દ્રવ્ય દહેરાસરમાં મૂકી દેવું યોગ્ય છે? કે નહીં?”
આ પ્રસંગમાં મુખ્ય રીતે તો તેને ઘેર જમવું કલ્પતું જ નથી, અને કદાચ બીજાના દબાણથી તેના ઘેર જમવા જવું પડ્યું હોય, તો પણ મનમાં કંટાળો રાખે, આનંદ ધારણ ન કરે. (“જમવું પડ્યું છે, તે ઘણું જ ખોટું કર્યું છે,” એમ મનમાં માને.)
જમવાના નકરાનું ધન દહેરાસરમાં મૂકવામાં આવે, તો વિરોધ થાય, તેથી આ પ્રસંગને આશ્રયીને ડહાપણથી કામ લેવું-જેથી કરીને આગળ ઉપર અનર્થની વૃદ્ધિ ન થાય, તે રીતે સમજીને પરિસ્થિતિનો વિચાર કરીને) વર્તવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org