________________
ગાથા-૪૩]
૫. દોષદ્વાર – ચંદ્રકુમારની કથા ધાર્મિકો-શ્રાવકો વગેરે છોડી દે, છોડી દે છે (રાખતા નથી). જે કથા આ પ્રમાણે છે -
કુશસ્થલ નગરમાં પ્રતાપસિંહ રાજા છે. સૂર્યવતી રાણી છે. મિથ્યાષ્ટિ, ભ્રષ્ટાચારી અને નિદિત કુળવાળા વગેરે લોકોની સોબત નહીં રાખનાર, પરોપકારમાં તત્પર, ભાગ્યશાળી, શ્રી અરિહંત ભગવંતનો ભક્ત, સારો-સમજદાર, વિવેકી, ન્યાયપ્રિય, દાનાદિક ધર્મ આચરવામાં સદા કુશળ એવો શ્રી ચંદ્રકુમાર નામે તેઓને પુત્ર હતો.
દોગંદક દેવોની માફક ચંદ્રકળા વગેરે પોતાની સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતો ભોગવતો વખત પસાર કરતો હતો.
એક વખત, તે પોતાના ભાગ્યની પરીક્ષા કરવા પિતાની આજ્ઞા વિના જ જુદા જુદા દેશોમાં ફરતાં ફરતાં વનમાં મદનસુંદરી સાથે વિવાહ કર્યા પછી અનુક્રમે સિદ્ધપુર નગરે પહોંચ્યો.
તે નગરમાં, શ્રી ઋષભદેવ પ્રભુના દહેરાસરમાં વંદન કરવા માટે ગયો. ત્યાં, તેણે, નિસ્તેજ મોઢાવાળા, ક્ષીણ સંતાનોવાળા, સૂગ વગરના (તોછડા), નિધન એવા ત્યાંના નાગરિકોને જોઈને, પોતાની બુદ્ધિથી દેવ-દ્રવ્યના વિનાશની શંકા તેના મનમાં થઈ, અને (તે ઉપરથી) પૂજારી વગેરેને શહેરનું સ્વરૂપ
પૂછ્યું.
ત્યારે તેઓએ કહ્યું, કે
“હે ! ભાગ્યવંત પુરુષ ! પહેલાં તો આ શહેરમાં અદ્ભુત મહિમા ધરાવતા શ્રી ઋષભદેવ પ્રભુના ચતુર્મુખ દહેરાસરમાં યાત્રા કરવા માટે સર્વ દિશાઓમાંથી આવેલા લોકોએ દેવ-ભંડાર ખૂબ વધાર્યો હતો. સંઘ ગયા પછી અહીંના દરેક લોકોએ એકઠા મળીને, તે ધન વહેંચી લઈ, ઘર વગેરેમાં અવિધિથી-વાપર્યું. જેથી કરીને, ચેપી રોગની માફક આખું શહેર બગાડી નાંખ્યું - અપવિત્ર કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org