________________
ગાથા-૩૭] ૫. દોષકાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ
૮૭ કે તેમ થવાથી સ્વીકારેલા વ્રતનો લોપ થવાનો દોષ લાગે છે.
શ્રી સંઘકુલકમાં કહ્યું છે કે
તીર્થકર ભગવંતની આજ્ઞાનો ભંગ થતો જાણીને જે લોકો ચૂપ રહે છે, તે લોકો અવિધિની અનુમોદના કરનારા બની રહેવાથી, તેઓના વ્રતનો પણ લોપ થાય છે.”
૬ આત્મવિરાધના
શત્રુરૂપ દેવતાઓ વગેરેથી છલના થવા રૂપ (ગાંડપણ વગેરેથી) આત્મવિરાધના (એટલે કે પોતાને હરકત પહોંચે છે, તેમ) થવાનું જાણીતું છે.
કેમ કે અરિહંત ભગવાનની આજ્ઞા તરફ દુર્લક્ષ્ય રાખીને પ્રમાદ, અપવિત્રતા અને વસ્તુના સ્વભાવને લીધે અપવિત્ર દુષ્ટજનો ઉપર શાકિનીની નજર પડે છે, તેવી રીતે તે શત્રુ દેવતાઓની શક્તિ રોકાતી નથી, પરંતુ અસરકારક બને છે.
શ્રી વ્યવહાર ભાષ્યના ૧૦મા ઉદ્દેશામાં કહ્યું છે કે
રાજાની જેમ તીર્થકર ભગવંત છે.” ઇત્યાદિ ગાથાની વૃત્તિમાં
“પ્રજાસ્થાનીય જે સાધુઓ રાજસ્થાનીય તીર્થંકર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી, તે પ્રાન્ત દેવતાઓએ કરીને છળાય છે, એટલે કે અપરાધીની માફક દંડિત કરાય છે.” ૬
- ૭ અને પ્રવચન વિરાધના2. જિનેશ્વર ભગવંતે નહીં આપેલું લેવાથી. 3. આ ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે સમજવો 4. પ્રિમાદથી
વસ્તુ સ્વભાવે કરીને અપવિત્ર. અપૂત જન=દુષ્ટજન તરફ તેઓનો શત્રુ દેવોનો. અપ્રતિહત=નિરંકુશ આક્રમણ થાય છે.] ભાવાર્થ - તીર્થકર ભગવાન તે રાજા સમાન છે. એ ગાથાની ચૂર્ણિમાં છે. સૂત્ર એ રાજાની ઘોષણા સમાન છે. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય વગેરે મિથ્યાપ્રયાસ રૂપ ઘોષણાનો ભંગ છે અને જ્ઞાનાદિક રત્ન ધન સમાન છે. અહીં “રાજા સમાન તીર્થંકર ભગવાન છે. અને સાધુઓ તેના તાબાના દેશો સમાન છે. શ્રી જિનાજ્ઞા રાજાની ઘોષણા સમાન છે. અને જ્ઞાનાદિક રત્ન ધન સમાન છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org