________________
૧૯
નજર દોડાવવાનું પણ બહારવાળાઓએ જ શીખવ્યું હોય છે, જેથી તે જાતના કાયદા કરવામાં આ જાતના પ્રચારથી લોકમત મેળવવાને નામે કાયદા કરી શકાય અને ભારતીય ધર્મક્ષેત્રમાં સત્તાપૂર્વકની દરમ્યાનગીરી કરી શકાય.
અને એ રીતે ધાર્મિક દ્રવ્યો, સાધનો, મિલકતો ઉપર નિયંત્રણો આવવાથી તથા તેનો બીજા કામે ઉપયોગ થવાથી તો ધર્મક્ષેત્ર નબળું પડતું જાય, જેથી બહારના ધર્મના પ્રચારને મોટા પ્રમાણમાં અવકાશ મળતો જાય.
આવા કેટલાક દૂરગામી હેતુઓને ધ્યાનમાં રાખીને બહારવાળાઓએ પોતાની તરફેણમાં લોકમત કેળવવા ઘણી બાબતો ફેલાવેલ છે. તેને આગળપાછળની કુભાવના સમજ્યા વિના ઘણા ભાઈઓ ઉપાડી લે છે અને પછી એવા અજાણ બંધુઓનું જૂથ રચીને ધાર્મિક દ્રવ્ય ઉપર આઘાત પહોંચાડનારા કાયદાને આવકારી ધર્મની મહા આશાતનાના પાપના ભાગીદાર બને છે.
એક મુનિમહારાજશ્રીને બે રોટલી દાનમાં વહોરાવી, તેમાંથી એક પાછી માગવા જેવી વાત ધાર્મિક નાણાં દુન્યવી કામમાં ખર્ચવા લઈ જવાની વાત બની રહે છે. તે ભાઈઓએ વિચારવું જોઈએ. ધર્મતંત્રના આગળપાછળના અંગ-પ્રત્યંગો વગેરેની વ્યવસ્થાને ન સમજનારા કેટલાક ભાઈઓનો સાથ મળી જાય અને એ શ્રીમંત કે પદવીધર હોય તેથી શું ? તેમની સાથે વગર વિચારે કેમ બેસી જવાય ?
શાંતિથી કોઈપણ ધર્મના ધર્મિષ્ઠોએ આ વિચારવા જેવું નથી ? તો પછી જૈનશાસનના અનુયાયીઓ તેની ઉપેક્ષા શી રીતે કરી શકે ?
૧૪. આ ગ્રંથનો સદુઉપયોગ ઃ
છેવટે, વિવેકી, સુજ્ઞ, ધાર્મિક ખાતાંઓ (ક્ષેત્રો-ખિત્તાઈ)ના વહીવટ કરનારાઓને અને શાસનભક્ત પૂજ્યવર્ગ વગેરેને ભારપૂર્વક જણાવ્યા વિના રહી શકાતું નથી કે આ ગ્રંથને માત્ર કબાટ કે ગ્રંથભંડારની શોભારૂપ ન બનાવી દેતાં ધાર્મિક વહીવટોમાં માર્ગદર્શક રૂપે સમજી યોગ્ય અધિકારીઓની દોરવણી તળે રહસ્યો સમજવાપૂર્વક ગ્રંથનો યોગ્ય રીતે સદુપયોગ કરે, કેમ કે આની જરૂર વારંવાર પડે તેમ છે. વિશેષમાં એ પણ રજૂઆત કરવી અસ્થાને નથી કે આજે વહીવટમાં ગૂંચવણો વહીવટદારોને ન મૂંઝવે, માટે યોગ્ય રીતે મલીને તેવી બાબતોમાં આજ્ઞાસંગત રીતે યોગ્ય માર્ગદર્શન આપનારી સ્પષ્ટતાઓ કરી લેવી જોઈએ, જેથી શ્રાવકવર્ગ સારી રીતે સરળતાથી વહીવટ કરી શકે.
૧૫. ધાર્મિક વહીવટ એ એક જાતની ધાર્મિક ક્રિયા છે ઃ
જૈન ધાર્મિક મિલકતોનાં ખાતાંઓનો વહીવટ કરવો, એ પણ એક જાતની ધાર્મિક વિધિ છે, ધાર્મિક અનુષ્ઠાન છે, ધર્મક્રિયા છે. પાંચ આચારોમાં તેને લગતી બાબતો જોડાયેલી મળી આવે છે, તેથી તીર્થંકરનામકર્મ જેવું મહા પુણ્યકર્મ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org