________________
૨૦
તથા તેમાં ખામી રાખવામાં આવે તો તેમાં પ્રાયશ્ચિત્ત લાગે છે. તેના માટે પ્રાયશ્ચિત્ત પણ બતાવવામાં આવેલાં છે. આ સ્થિતિ છે. આજના કાયદાના જાણકારોને સત્ય સમજાવવા આપણે સક્રિય અને સફળ કોશિષ કરવી જોઈએ. આમ હોવાથી તેમાં હસ્તક્ષેપ એ ધર્માચરણમાં હસ્તક્ષેપ રૂપ બની રહે છે. આ બાબત કાયદાના જાણકારો મારફત આપણે તથા પ્રકારના નિષ્પક્ષપાતી અધિકારીઓને સમજાવવાની વ્યવસ્થિત કોશિષ કરવી જોઈએ. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના શાસન અને શ્રી સંઘ ઉપર નિયંત્રણ એ “R ભૂતો ન ભવિષ્યતિ' જેવી એક આશ્ચર્યકારક દુર્ઘટના બની છે, એમ સચોટ રીતે સમજવાની જરૂર છે. ૧૬. ભ્રમનિરાસ :
રાજ્યસત્તાની દરમ્યાનગીરીથી વહીવટો વધારે સારા રહે છે.” એ વાહિયાત દલીલ છે. તે વિના પણ શાસન અને સંઘ શું ન રાખી શકે ? આજ સુધી લાખો વર્ષોથી શી રીતે ટકતું આવ્યું છે ? ખરી રીતે આ દરમ્યાનગીરીની પાછળ ધાર્મિક દ્રવ્યની રક્ષાનો શુદ્ધ ઉદ્દેશ ક્યાં છે ? તક આવે બીજે ખેંચી જવા માટે કબજો કરી રાખવાની નેમ નથી એ કોણ સાબિત કરી શકે તેમ છે ? કે તેમાં જરૂરી સેવા રાજ્ય સ્થાપિત કરવાની બાબત વિષેનું દુઃખ જણાવવામાં આવે છે.
શ્રી શંખેશ્વરજી મહાતીર્થ સં૦ ૨૦૨૪ જે. વ. ૨
પૂ૦ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય મુનિશ્રી અભયસાગર ગણી
ચરણોપાસક નિરૂપમસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org