________________
૧૮
શકે. તો પછી સર્વેસવા તેની માલિકી સ્થાપવાની તો વાત જ શી ? આ અન્યાયની નાગચૂડમાંથી જૈનધર્મના ધાર્મિક સ્તંભો અને ધાર્મિક સંપત્તિઓ છોડાવવા માટે પેઢી દર પેઢી સતત જાગ્રત રહેવું જોઈએ.
જ્યારે આજના આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલો કે આજના આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્રના વિશ્વ અદાલતના તાબામાં જગતની બધી બાબતો હોવાનું મનાય છે, તો તે ન્યાયતંત્ર પણ કોઈ પણ દૂરની મહાસત્તાને તાબે હોવું જોઈએ અને જો એમ હોય તો, એવી રીતની સત્તા અને માલિકી ચાલુ કરવી, એ યોગ્ય ન્યાયના પાયા ઉપર શી રીતે સંભવી શકે તેમ છે ? તો એ રીતે અન્યાયના પાયા ઉપરના કાયદાનાં ધોરણોથી સવધિકાર, સત્તા, માલિકી વગેરે શી રીતે સ્થાપી શકાય ? તેને યોગ્ય ન્યાયના કોઈ પણ સિદ્ધાંતનો ટેકો નથી, એમ પ્રાચીન શોધ ઉપરથી જણાય છે. આર્થિક, સામાજિક, તથા રાજકીયતંત્રનો ઉત્પાદક મૂળ તો ધર્મ જ છે. તે ધર્મ અને તેનાં તે બે અંગો ઉપર રાજકીય સત્તા વગેરે સંભવી શકતાં જ નથી.
છતાં, વિદેશીય સત્તાની અસર ભારતના ધર્મો ઉપર પણ જેમ તેમ કરીને પણ ગમે તે બહાનાથી ઠોકી બેસાડવામાં આવેલ છે. તેમાં ન્યાય શી રીતે સંભવે છે !
ત્યારે ખ્રિસ્તી ધર્મના મુખ્ય કેન્દ્રરૂપ વડા ધર્મગુરુ પોપ, તથા તેની વેટીકન રાજ્યધાની વગેરે ઉપર આ જાતનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રખાયેલ જ નથી. તો ભારતના પ્રાચીનતમ મહાન ધર્મો ઉપર શા આધારે ઠોકી બેસાડાયેલ છે ? તેનાં સાચાં કારણો કોઈ બતાવી શકતા નથી. છતાં લોકોના અજ્ઞાનથી, લાલચો બતાવીને, તથા ગુપ્ત ગોઠવણોથી, આપણા થોડા વખત પહેલાંના આગેવાનોને યુક્તિ-પ્રયુક્તિથી તે જાળમાં બહારવાળાઓએ દૂર દૂરના પ્રયત્નોથી ફસાવી દીધેલા છે. તે એક આ દુનિયામાં મહા નવો અન્યાય શરૂ થાય છે. તેમાંથી સર્વજ્ઞ પ્રભુનું શાસન છૂટે, તેવી હંમેશ સંભાવનાભરી ભાવના ભાવતા રહી, તે સુ-દિવસની રાહ જોતા રહેવું જોઈએ. ૧૩. દેવાદિ દ્રવ્ય વિષે કુતર્ક ન કરવા જોઈએ ?
કેટલાક ભાઈઓ “ગરીબ અને બેકાર જૈન બંધુઓને આજીવિકા માટે દેવદ્રવ્ય વગેરે કેમ આપી ન શકાય ! આવા પ્રશ્નો ઉઠાવે છે. અનેક રીતે સાધર્મિક ભાઈઓની દયા ચિંતવે છે, તે શી રીતે યોગ્ય છે?
સાધર્મિક બંધુઓની ભક્તિ કરવી, તે ઘણું યોગ્ય છે, પરંતુ તેની પાછળ વિવેક વગેરે હોવા જોઈએ કે નહીં?
ખરી વાત એ છે કે એ ભાઈઓ ધાર્મિકદષ્ટિથી વિચાર કરતા નથી કેમ કે તે બાબતનો તેઓને અભ્યાસ નથી હોતો.
તથા સાધર્મિક ભાઈઓ ગરીબ અને બેકાર બને છે, તેમાં વિદેશીય ધંધા દ્વારા લૂંટ તથા શોષણ કારણભૂત હોય છે. તે રોકવા પ્રચાર કરવાને બદલે ધાર્મિક દ્રવ્ય તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org