________________
ગાથા-૩૦-૩૧] પ. દોષદ્વાર – ચારિતદ્રવ્યથી બનેલો આહાર સાધુથી ન લેવાય ૮૩
૪ દિગંબર સંપ્રદાયના ગ્રંથમાં પણ એ પ્રમાણે કહ્યું છે કે
“ક્ષણવાર દુઃખ આપનાર ભયંકર ઝેર વગેરે ખાવું સારું, પરંતુ ભવોભવ દુઃખ આપનાર નિમલ્યનું ભક્ષણ કરવું સારું નથી. ૧
દાવાનળમાં પડીને સળગી મરવું સારું, ભૂખે મરી જવું સારું, મસ્તક ઉપર વજ પડે તેય સારું, પરંતુ દેવ-દ્રવ્યનું ભક્ષણ કરવું જરા પણ સારું નથી. ૨
માટે, મહાપાપનું કારણભૂત અને દુર્ગતિ આપનાર જિન-દેવદ્રવ્ય, નિગ્રંથ ગુરુનું દ્રવ્ય અને શાસ્ત્ર વગેરેનું એટલે કે જ્ઞાનદ્રવ્ય જાણ્યા પછી લેવું નહીં.” ૩
છે એ પ્રકારે આ ભવમાં અને પરભવમાં થતા દોષો બતાવ્યા. આ પ્રમાણે આ બે ગાથાઓનો ભાવાર્થ છે. ૨૯-૩૦
દેવ-દ્રવ્યની ચોરીના ધનમાંથી ગૃહસ્થ પોતાને માટે પણ આહાર બનાવેલો હોય, તે પણ સાધુને ન કલ્પે.
તેનાં કારણો સ્પષ્ટ સમજાવવા માટે પ્રાયઃ આ ભવને લગતો દોષ વ્યવહાર ભાષ્યની ત્રણ ગાથાથી સમજાવે છે,
चेइय-दव्वं विभन्न, करिज कोई अ नरो सय-द्वाए । समणं वा सोवहिअं विक्विज संजय-ऽट्ठाए ॥३१॥ एआ-रिसम्मि दव्वे समणाणं किं ण कप्पए घेत्तुं ? । चेइय-दव्वेण कयं मुल्लेण व जं सु-विहिआणं ॥३२॥
શ્રાદિક.ગા.-૧૨૯-૧૩૦] “ચોરેલા દેવ-દ્રવ્યમાંથી જે ભાગ પોતાને મળ્યો હોય, તેમાંથી કોઈ મનુષ્ય પોતાને માટે આહાર બનાવે, અને તે આહાર, અથવા ઉપધિ સહિત સાધુને વેચે, અને તેનાં વસ્ત્રાદિક, સાધુને માટે આપે, ૩૧
“આવા દ્રવ્ય કરીને પોતાને માટે જે બનાવેલું હોય, તે સાધુને ગ્રહણ કરવું કેમ ન કહ્યું ? દેવ-દ્રવ્યથી કરેલું હોય અને સુ-વિહિત સાધુના વેચાણથી આવેલા ધનમાંથી કરેલું હોય, તે (સાધુને લેવું કહ્યું નહી). ૩ર”
“ ૦” રિ . “ગા-ર.” શૈત્ય દ્રવ્ય ચોર સમુદાયે ચોરીને તેમાંથી પોતાના ભાગમાં આવેલા ધન
વડે કરીને
કોઈ પણ માણસ પોતાને માટે લાડુ વગેરે કરે, તેમાંથી તે આહાર વગેરે સાધુને આપે.
Jain Education International
૧૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org