________________
૭૬
ગાથા-૨૭]
પ. દોષદ્વાર – અનેક દોષપરંપરા અને તેમ થવાથી, તેને લીધે જાગ્રત થતો આનંદ, પ્રભાવના અને શાસનની ઉન્નતિનો અભાવ થાય છે.
અને તેથી, ગુણોમાં થતો વધારો ગુણ-શુદ્ધિ રોકાઈ જાય છે. અને તેથી, મોક્ષના માર્ગમાં વ્યાઘાત-અગવડ ઊભી થાય છે. અને તેથી કરીને, મોક્ષ મળવામાં વિદન પડે છે, કેમ કે કારણ વિના કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. શ્રી વસુદેવહિંડીના પહેલાં ખંડમાં કહ્યું છે કે
“જેણે ચૈત્યદ્રવ્યનો વિનાશ કર્યો હોય, તેણે જિનેશ્વર ભગવાનના પ્રતિમાજીની પૂજા અને દર્શનથી આનંદ પામતા હૃદયવાળા ભવસિદ્ધિક એટલે કે નજીકમાં મોક્ષમાં જનારા આત્માઓને પ્રાપ્ત થતાં, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિમાં વિઘ્ન નાખેલું છે, એમ સમજવું.
અને તેનાથી પ્રાપ્ત થતી દેવ અને મનુષ્યની ઋદ્ધિ તેના મહિમાથી પધારતાં સાધુ મહાત્માઓના ધર્મોપદેશનો લાભ અને શાસનની ઉન્નત્તિ થતી હોય છે, તે પણ રોકી દેવાએલી હોય છે.
તેથી તે જીવ મોટી સ્થિતિનું દર્શનમોહનીય કર્મ અને અશાતાવેદનીય કર્મ બાંધે છે.*
! એ પ્રકારે શ્રી મુનિમહારાજશ્રીનો ઘાત કરનાર વગેરે વિષે પણ ઘટાવી લેવું. ૨૭
t અરે ! જો એમ થાય, તો અભવ્યજીવની જેમ ભવ્યજીવને પણ ફરીથી સમ્યત્વગુણ પ્રાપ્ત ન થાય ને ?”
એ શંકા કરીને પ્રસંગથી ક્યા દોષ કરનારની અપેક્ષાએ સમકિતગુણની પ્રાપ્તિમાં કેટલો વખત લાગી જાય ? તે અવધિ બતાવે છે
: ૧૧.
2. પ્રિવચનનો ઉડાહ એટલે જૈન શાસનની નિંદા. વસુદેવહિંડીમાં “તીર્થની અનુસજ્જણા”
શબ્દ છે. તેમાં તીર્થ શબ્દથી જૈન શાસન, પ્રવચન, ધર્મ, સંઘ, શાસ્ત્ર વગેરે શબ્દો
એક અર્થના પણ છે.] 3. કિંઇક પાઠ ભેદો છે, તે શા કારણે છે? તે સમજાતું નથી.] .
શ્રી વસુદેવહિંડીના છાપેલા પુસ્તકમાં સુરેન્દ્રદત્તને ઉદ્દેશીને આ પાઠ છે. જે મૂળ ગ્રંથમાં નીચે આપેલ છે. પૃ૦ ૧૧૨-૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org