________________
ગાથા-૨૭] પ. દોષદ્વાર – સમ્યકત્વગુણનો નાશ
૭૫ શ્રી જિનેશ્વરપ્રભુ, મુનિ, ચૈત્ય અને સંઘ વગેરનો શત્રુ, ઉન્માર્ગના ઉપદેશથી માર્ગના નાશથી અને દેવ-દ્રવ્યને હાનિ પહોંચાડવાથી (ઉપાડી જવાથી), દર્શન મોહનીય કર્મ બાંધે છે.” ૫૬
શ્રી નિશીથચૂર્ણિના ૧૧મા ઉદ્દેશામાં પણ કહ્યું છે, કે
“તેમાં, અરિહંત ભગવાનના વિરોધીપણાએ કરીને દર્શનમોહનીય કર્મ બાંધે છે.
એ પ્રકારે સિદ્ધભગવંતો, ચૈત્ય, તપસ્વી શ્રુતજ્ઞાન, ધર્મ અને શ્રી સંઘથી વિરોધીપણું રાખનાર દર્શનમોહનીય કર્મ બાંધે છે.” ૨૬
કે એમ (દર્શનમોહનીય કર્મનો બંધ) થાય, તો પણ તેને તેથી નુકશાન શું ?” એવી શંકા ઉઠાવીને, કહેલાં અને નહીં કહેલા મોટા પાપો બતાવે છે.
વૈવ-વ-વિખાણે, ફર-ઘા, પવીણસ દાદા સંગ-ઉત્થ-મો, -Sજી વોદિત્તામસારવા
“ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવાથી, મુનિનો ઘાત કરવાથી, જૈનશાસનની જાહેરમાં નિંદા થાય તેવું કરવાથી, અને શ્રી સાધ્વીજીના ચોથા વ્રતનો ભંગ કરવાથી સમકિત ગુણની પ્રાપ્તિના મૂળમાં જ આગ લાગે છે.” ૨૭
“ચ” ત્તિ ચાક્યાકે દેવદ્રવ્ય હિરણ્ય (ધન) સોનું, નાણું વગેરે.
તથા લાકડાં, ઈટો, પથ્થર, લેપ્ય પદાર્થ, દેવદ્રવ્યના પાટ, પાટિયાં, ચંદરવા, વાસણ, દાભડા (પેટી), દીવો વગેરે તમામ ઉપકરણો દેવદ્રવ્ય કહેવાય છે.
તેનો વિનાશ કરવાથી સમ્યક્ત ગુણરૂપ વૃક્ષના મૂળમાં આગ લગાડાય છે. એટલે કે “તેમ થવાથી બળી ગયેલું વૃક્ષ ફરીથી નવપલ્લવિત ન થાય, તેમ સમ્યક્ત ગુણ પણ (નજીકના વખતમાં) ફરીથી પ્રાપ્ત ન થાય.” એ ભાવાર્થ છે.
રે અહીં રહસ્ય એ છે, કે
દેવાદિ દ્રવ્યનો વિનાશ થવાથી ધાર્યા પ્રમાણેની પૂજા વગેરે અનુષ્ઠાનોનો લોપ થાય છે.
7. [ તીર્થકર દેવ, મુનિ, ગુરુ, જિનમંદિર, શ્રી સંઘ વગેરેનો વિરોધિ શત્રુરૂપ ]. 1. [ ચૈત્ય દ્રવ્ય હોતે છતે જિન મંદિર જિનપ્રતિમાદિનો સંભવ થાય છે. તે હોતે છતે
વિવક્ષિત પૂજાદિનો સંભવ થાય છે. ચૈત્યાદિ દ્રવ્યનો વિનાશ થયે છતે વિવક્ષિત પૂજાદિનો લોપ થાય છે.]
Jain
cation International
For Private & Personal Use Only
www.jainelibrary.org