________________
ગાથા-૨૩-૨૪]
૪. ગુણદ્વાર – સાગરશ્રેષ્ઠિ ષ્ટાંત
૭૧
પછી અનુક્રમે એક ખાબોચિયામાં ભૂંડ થઈ, પછી પાડો, શિયાળ, બિલાડો, ઉંદર, નોળિયો, ગિરોળી, કાકીડો સાપ, બળદ, 1°ઊંટ, હાથી વગેરેમાં હજા૨વા૨ ઉત્પન્ન થયો.
9
તથા કરમિયું, શંખ, છીપ, કીડા, વીંછી, પતંગિયાં વગેરેમાં અને પૃથ્વીકાય, અકાય તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયમાં ચડ-ઊતર ક્રમે લાખ ભવો સુધી ભમ્યો.
ત્યાર પછી, ઘણાં કર્મોનો ક્ષય થઈ ગયેલો હોવાથી વસંતપુરમાં વસુદત્ત અને વસુમતીનો પુત્ર થયો, પરંતુ ગર્ભમાં હતો ત્યારથી જ ઘરનું બધું યે ધન નાશ પામ્યું, જન્મને દિવસે બાપ મરી ગયો, પાંચમે વરસે મા મરી ગઈ. લોકોએ “નિપુણ્યો” એવું નામ આપ્યું, અને રાંકની માફક મોટો થયો.
એક દિવસે હેતાળ મામો એને પોતાને ઘેર લઈ ગયો, ત્યારે રાતમાં તેના ઘરમાં ચોરોએ ચોરી કરી. એ રીતે, એ જેના ઘરમાં રહે, તેના ઘરમાં ચોર, અગ્નિ વગેરેના ઉપદ્રવો થયા કરે છે.
ત્યાંથી તામ્રલિપ્તિ (તામિલ) નગરીમાં જઈને વિનયંધર નામના શેઠના ઘરમાં રહ્યો.
ત્યાંથી પણ કાઢી મૂકવાથી સમુદ્ર રસ્તે ધનાવહ નામના વહાણવટી સાથે બહારના કોઈ દ્વીપમાં ગયો. અનુક્રમે ત્યાંથી પાછા વળતાં વહાણ ભાંગ્યું, છતાં પણ પાટિયું હાથમાં આવી જવાથી, નિપુણ્યો જેમ તેમ કરીને દરિયાકાંઠે પહોંચ્યો. અને ત્યાંના ગામડાના નાયકને આશરે રહ્યો.
ત્યાં કોઈ એક દિવસે ધાડ પડી, ને ઠાકોરને જ મારી નાંખ્યો. “ઠાકોરનો દીકરો” સમજીને નિપુણ્યાને પોતાની પલ્લીમાં લઈ ગયા. તે જ દિવસે બીજા પલ્લીપતિએ તે જ પલ્લીનો વિનાશ કર્યો. ત્યાર પછી તેઓએ પણ “દુર્ભાગી છે” એમ સમજી કાઢી મૂક્યો.
એ રીતે, ચોરનો ઉપદ્રવ, પાણીનો ઉપદ્રવ, અગ્નિનો ઉપદ્રવ, પોતાના અને સામેના પક્ષનો ઉપદ્રવ વગેરે અનેક ઉપદ્રવો થવાથી કાઢી મૂકવા વગેરેથી નવસે નવાણું વા૨ જુદે-જુદે ઠેકાણે મહાદુઃખ પામ્યો.
7-10.આ ટિપ્પણીનો અર્થ ગુજરાતી ભાષાંતરમાં આવી ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org