________________
ગાથા-૨૩-૨૪
૪. ગુણદ્વાર – સાગરશ્રેષ્ઠિ દૃષ્ટાંત
કથા
“સાકેત નગર (અયોધ્યા)માં પરમ શ્રાવક સાગર શેઠ રહેતા હતા. ત્યાંના શ્રાવકોએ મળીને તે સારા શ્રાવક હોવાથી, તેને ચૈત્ય દ્રવ્યનો અધિકાર (વહીવટ) સોંપ્યો, અને કહ્યું કે- “દહેરાસરનું કામ કરનારા સુથાર વગેરેને ભોજન, મહિનાનું મહેનતાણું, વગેરે કાર્યો પણ તમારે જ સંભાળવાના છે.”
પરંતુ, પાપના ઉદયથી લોભી થઈને સુથાર વગેરેને તે રોકડા પૈસા આપે નહીં. પરંતુ અનાજ, ગોળ, તેલ, ઘી, વસ્ત્ર (કપડાં) વગેરે દેવ-દ્રવ્યથી સસ્તાં ખરીદીને તેઓને મોંઘા (વધારે કિંમતથી) આપે. અને બાકીનો નફો પોતે લઈ લે.,
એમ કરતાં એક રૂપિયાના એંશીમા ભાગ જેટલા પ્રમાણની એક હજાર કાંકણી લોભથી એકઠી કરી, અને તેથી ઉપાર્જન કરેલ (પાપ) કર્મની આલોચના કર્યા વિના, તે મરી ગયો.
સિંધુ નદીને કિનારે સંપ્રદાગ-થલ પર્વત ઉપર જળમનુષ્ય થયો. સમુદ્રમાં ઊતરવાથી જળચર જીવોના તથા ઉપદ્રવો રોકવામાં ઉપયોગી થાય એવા (તેના) અંડગોલક લેવા માટે ઉત્તમ રત્નો લેવા ઇચ્છનારાઓએ માંડેલા વજય ઘંટીમાં પલાવાની મહાપીડાથી મરીને, ત્રીજી નરકે નારક તરીકે ઉત્પન્ન થયો.
(દરિયામાંથી રત્નો લેવા માટે એ પ્રદેશના લોકો સમુદ્રમાં ઊતરે છે, પરંતુ તેઓને દરિયામાં મગર-મચ્છ વગેરે જળચરોના હુમલાથી બચવા માટે ઉપર જણાવેલા જલ-મનુષ્યના અંડગોલકોની જરૂર પડે છે. જો તે મોઢામાં રાખે, તો તે ઉપદ્રવ નડતા નથી. એટલા માટે તે અંડગોલકો લેવા માટે એ લોકો વજય મોટી-મોટી ઘંટીઓમાં જલ-મનુષ્યને પીલે છે, અને તેના અંડગોલકો મેળવે છે.) - નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ પ્રમાણનો મોટો મત્સ્ય થયો અને મ્યુચ્છ લોકોએ તેનાં દરેક અંગો કાપવાથી ખૂબ પીડાને લીધે મરીને ચોથી નરકે ગયો, એમ કરતાં કરતાં એક કે બે ભવના આંતરાથી નરક ગતિ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયો. 4. સોંઘુ 5. મોંઘુ 6. [ભાવાર્થ એ છે કે
સમુદ્રના ઠેઠ અંદરના તળીયા સુધી જઈને જેઓ ઊંચામાં ઊંચા રત્નો મેળવવાની ઈચ્છા રાખતા હોય, તેઓ “પોતાને જળચર પ્રાણીઓનો ઉપદ્રવ ન નડે” એટલા માટે એક જાતના જળ મનુષ્યોના અંડગોલકો મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે, તેઓ જળ મનુષ્યોને પકડીને તેઓના બન્ને અંડગોલક લેવા માટે તેને વજમય ઘંટાઓમાં પીલે છે, અને મહા દુઃખ આપે છે. તેવા પ્રકારનો જળ મનુષ્ય તે થયો.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org