________________
S૭
ગાથા-૧૯૨૦]
૩. વિનાશદ્વાર – વિસ્તારથી ઉત્તર ૪. શ્રી આવશ્યકસૂત્રમાં પ્રત્યાખ્યાનઅધ્યયનમાં પણ છે કે
“(લીધેલા પ્રત્યાખ્યાનનો ભંગ થાય તેવું આચરણ કરતાં પણ પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી, તેથી) મહત્ત્વનાં કારણોના આગાર સિવાય પ્રત્યાખ્યાનમાં છું.”
પ. એ વગેરે પ્રકારે
સુનક્ષત્ર-સવનુભૂતિ મુનિ વગેરેની પેઠે-શાસનની આશાતના રોકવા માટે પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ શાસનના હિત માટે પ્રયત્ન કરવો જ જોઈએ.”
વધારે શું કહેવું? આ ઉપર જણાવેલી હકીકતો ઉપરથી એ નક્કી થાય છે કે
“ઉત્સર્ગ માર્ગ છે-અને અપવાદનો આશ્રય કરવો, એ સ્વછંદ પ્રવૃત્તિરૂપ છે.” એમ કહેનારાઓની પણ વાત ખોટી ઠરે છે.”
બે ગાથાનો અર્થ થયો. ૧૯-૨૦ ૩. વિનાશદ્વાર સમાપ્ત શાસનના હિત માટે. તેવા સંજોગમાં શાસનના હિત માટે રક્ષા માટે, સર્વ સંઘે સર્વ શક્તિથી પ્રયત્નમાં લાગી જવું જોઈએ. ચારિત્ર પાત્ર સાધુ કે તે સિવાયના અચારિત્ર ધારી, એમ ગમે તે હોય, કેમકે-એ સર્વનું એ કર્તવ્ય હોય છે.] [આ નાથદ્વાર ખૂબ કાળજી પૂર્વક સમજવા જેવું છે. મુખ્ય નાશ ૭ રીતે ગણાવ્યા છે. [ગાથા - ૧૩-૧૬]. ૧. ભક્ષણ. ૨. ઉપેક્ષા. ૩. પ્રજ્ઞાપરાધ. ૪. દોહન. ૫. આવક ભાંગવી. ૬. આપવાનું કબુલેલું ન દેવું. ૭. બીજાની નિંદાથી સાર સંભાળ કરતાં કંટાળવું. આ. ૭ ના ઉપકારક, અને ઉપાદાન એમ બે ભેદ બતાવ્યા છે. એમ ૧૪, અને સ્વપક્ષ કૃત અને પર પક્ષકૃત, એમ ૨૮ ભેદ છે. પહેલા ત્રણ ભેદોના ૨૮-૨૮ અને છેલ્લા બેના ૧૪-૧૪. એમ ૧૧૨ ભેદ થાય છે. ગુરુ દ્રવ્ય વગેરે ૩ ના, ઉપાદાન ભેદ બતાવેલ નથી. તેથી કુલ ૯૮ બતાવ્યા છે. ડેo) પિરપક્ષકૃત નાશમાં- રાજય, સમાજ, વગેરે દ્વારા વહીવટ કરવામાં અન્યાયથી ડખલગિરી વગેરે થાય. દેવદ્રવ્યાદિકના દ્રવ્યો વગેરેનો વપરાશ બીજે કરવા વિગેરેની ફરજ પડવા-વગેરેની સંભાવના થાય, એ વગેરેનો પણ સમાવેશ થાય છે. તેમાં સહયોગ અપાય વગેરેનો સમાવેશ ઉપેક્ષા, પ્રજ્ઞાપરાધ વગેરે નાશના પ્રકારોમાં થતો હોય છે. નાશના મૂલ કારણોમાં રાગદ્વેષ વગેરે આધ્યાત્મિક ગુણમાં ખામીરૂપ દોષો જણાવવામાં આવેલા છે. એટલે જેથી કર્મનો બંધ થાય, અને પાપ લાગતું હોય છે. જેથી નાશ રોકવા સાથે રક્ષણ કરવાનું કર્તવ્ય કરવાનું જરૂરી હોય છે.
સંપાદક)
Jaill fucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org