________________
ગાથા-૧૨]
૨. વૃદ્ધિદ્વાર – ગુરુપૂજાની સિદ્ધિ
૫૦
(ગૃહસ્થ ગુરુ પાસે પહેલાં બાળકનું નામ પાડવામાં આવે, અને પછી તેમાં ગુરુ મહારાજની આજ્ઞારૂપ સંમતિ લેવામાં આવે.)
ૐ બાળકનાં નામ પાડવાને વખતે બાળક સહિત શ્રાવક ઘેરથી આવીને ઉપાશ્રયમાં રહેલા ગુરુ મહારાજને વંદના કરીને, સોના કે રૂપાના નવ સિક્કાથી ગુરુ મહારાજની નવ અંગે પૂજા કરીને, ઘરના (ગૃહસ્થ) ગુરુ અને દેવની સાક્ષીએ જે નામ પાડ્યું હોય, તે (ગુરુ મહારાજને) નિવેદન કરે છે, પછી ગુરુ મહારાજ ઉચિત મંત્ર વાસક્ષેપ મંત્રીને ઇંકાર વગેરેના ન્યાસ (સ્થાપના)પૂર્વક પોતાની સાક્ષીપૂર્વકની બાળકના નામની સ્થાપના પોતાની આજ્ઞાપૂર્વકની બનાવે છે.
↑ “તથા” બે વાર, અથવા ત્રણ વાર, તથા આઠ પ્રકાર વગેરે પ્રકારે પૂજા કરવી,
દહેરાસરમાં સંપૂર્ણ દેવવંદન કરવું,
સર્વ દહેરાસરોમાં પૂજા ક૨વી અને વંદન કરવું,
સ્નાત્ર મહોત્સવ ક૨વો, મહાપૂજા રચાવવી, પ્રભાવના વગેરે કરવી ગુરુ મહારાજને મોટુ વંદન, ગુરુ મહારાજાની અંગપૂજા, પ્રભાવના, તેમની આગળ સ્વસ્તિકની રચના, તેમનું વ્યાખ્યાન સાંભળવું.”
ખાસ કરીને ઇત્યાદિ નિયમો વર્ષા ચાતુર્માસમાં ગ્રહણ કરવા જોઈએ.”
એમ પ્રશ્નોત્તરસમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર, અને શ્રાદ્ધવિધિ, વગેરે ગ્રંથોને અનુસારે શ્રી જિનેશ્વર ભગવાનની અંગ અને અગ્ર પૂજાની પેઠે, શ્રી ગુરુમહારાજની પણ અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે.
ૐ અને તે (ગુરુ મહારાજની અંગ અને અગ્રપૂજા)ના દ્રવ્યનો ઉપયોગ પૂજા' સંબંધે કરીને ગૌરવ યોગ્ય ઊંચા સ્થાનમાં કરવો.
પરંતુ જિનેશ્વર ભગવંતની અંગપૂજામાં ન કરવો.
(પ. દેવું તરત દેવા વિષે)
↑ તથા ધર્મસ્થાન (ના કોઈ પણ કાર્ય)માં વાપરવાને કબૂલેલું દ્રવ્ય જુદું જ ખર્ચવું-વાપરવું. ભોજન વગેરેનો જે પોતાને માટે અંગત ખર્ચ આવે, તેમાં ન ભેળવવું,
31. બહુમાનનો ભંગ થવાના ભયથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org