________________
૪૯
ગાથા-૧૨]
૨. વૃદ્ધિદ્વાર – ગુરુદ્રવ્ય વિષે વિચાર છે અહીં વિચારવા જેવું એ છે કે
તક્રકૌડિન્ય ન્યાયથી- ભોજ્ય-ભોજકપણાના સંબંધે કરીને-ભોગવવા યોગ્ય-વાપરવા યોગ્ય અને વાપરનારના સંબંધે કરીને-ઔધિક ઉપધિની પેઠે (સુવર્ણાદિક પૂજાદ્રવ્ય) ગુરુદ્રવ્ય બની શકતું નથી.
મુનિ મહાત્માઓની ઉપધિ બે પ્રકારની હોય છે. મુહપત્તિ-રજોહરણ વગેરે ઔધિક ઉપધિ કહેવાય છે અને બીજાં કેટલાંક સાધનો કારણે રાખવાં પડે, તે ઔપગ્રહિક સહાયક-ઉપધિ કહેવાય છે. તેમાં ઔધિક મુખ્ય છે. ઔધિક ઉપધિ ભોજ્ય ભોજક સંબંધે ગુરુદ્રવ્ય છે. તેવા સંબંધથી સુવર્ણાદિક પૂજાદ્રવ્ય ગુરુદ્રવ્ય બની શકતું નથી).
પરંતુ પૂજ્યની પૂજાના સંબંધે તે સુવણદિક ગુરુદ્રવ્ય થાય જ છે. જો તેમ સમજવામાં ન આવે તો શ્રાદ્ધજિતકલ્પની વૃત્તિ સાથે વિરોધ આવે છે.
૪ શ્રી જીવદેવસૂરિજીની પૂજા માટે મલ્લ શેઠે અડધો લાખ દ્રવ્ય આપ્યું હતું, તેથી શ્રી આચાર્ય મહારાજાએ જિનમંદિર વગેરે કરાવરાવ્યાં હતાં.
૪ ધારા નગરીમાં લઘુભોજ રાજાએ વાદીવેતાળ શ્રી શાંતિસૂરિ મહારાજ ને બાર લાખ, સાઠ હજાર દ્રવ્ય આપ્યું હતું. તેમાંથી ગુરુ મહારાજાએ બાર લાખના ખર્ચે માળવા દેશમાં દહેરાસરો કરાવરાવ્યાં હતાં, અને સાઠ હજાર દ્રવ્યના ખર્ચે થરાદમાં દહેરાસર અને દેરીઓ વગેરે કરાવરાવ્યાં હતાં. અહીંયાં આ વિષે વિસ્તારથી સમજવા માટે તે તે પ્રબંધોમાંથી જાણી લેવું.
તથા, વૃદ્ધપુરુષોની વાત સંભળાય છે, કે
“શ્રી સુમતિસાધુ મહારાજશ્રીના સમયે માંડવગઢમાં શ્રાવકોના પરિચયથી જૈન ધર્મ તરફ આદર રાખનારા શ્રી માફર નામના મલ્લિક બાદશાહે સોનાના ટંકો (સિક્કા)થી ગીતાર્થ ગુરુઓની પૂજા કરી હતી.”
28. (ઔધિક ઉપધિ-એ સામાન્ય ચૌદ પ્રકારે છે. અને ઔપગ્રહિક ઉપધિ-જ્ઞાનાદિકના
પોષણ માટે જરૂરી એટલે સંયમમાં સહાય માટે કારણસર રાખવો જરૂરી હોય, તેવો
ઉપધિ.] 29. [વાદીવૈતાલ શ્રી શાંતિસૂરિજીને 30. (મલેક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org