________________
ગાથા-૧૨]
૨. વૃદ્ધિદ્વાર
જ્ઞાન. સાધારણદ્વવ્ય વિષે વિચાર
૪૭
એક વખત, તે શેઠે બન્નેયના સ્નેહનું કારણ જ્ઞાની ભગવંતને પૂછ્યું. જ્ઞાની ભગવંત કહે છે કે “પૂર્વભવમાં આ તારી મા હતી, તેણે એક દિવસે પૂજા માટે જિનેશ્વર પ્રભુની આગળ દીવો કરી, તે દીવાથી ઘરનાં કામ કર્યાં હતાં, અને ધૂપના અંગારાથી ચૂલો સંઘૂક્યો હતો. તે કર્મના ઉદયથી ઊંટડી થઈ છે. માટે પૂર્વભવથી ઉત્પન્ન થયેલો તારો તેના ઉપરનો આ સ્નેહ યોગ્ય છે.”
પછી યોગ્ય પ્રાયશ્ચિત્ત કરીને, તે ઊંટડી સદ્ગતિ પામી.”
(૨. શાનદ્રવ્ય)
↑ ૨. એ જ પ્રકારે જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની માફક વાપરવું કલ્પતું નથી-એટલા માટે જ્ઞાનદ્રવ્યના કાગળ, પાનાં વગેરે મુનિ મહારાજ વગેરેને આપેલાં હોય, તે શ્રાવકે પોતાના કામમાં વાપરવા નહિ, પોતાના (ધાર્મિક) પુસ્તકની પોથીમાં પણ, સારી રીતે વધારે4 નકરો (ધન) આપ્યા વિના રાખવા નહિ.
(૩. સાધારણ દ્રવ્ય)
↑ ૩. શ્રાવકોને સાધારણ દ્રવ્ય પણ શ્રી સંઘે આપ્યું હોય, તો જ વાપરવું કલ્પે છે. નહિતર, વાપરી શકાય નહિ.
શ્રી સંઘે પણ સાતે ક્ષેત્રનાં કામોમાં જ તે વાપરવાનું હોય છે, પરંતુ માંગણ વગેરેને પણ તે આપી શકાય નહિ.
માંગણને અનુકંપા દ્રવ્યમાંથી કે પોતાની પાસેથી આપી શકે, પરંતુ સુપાત્ર ક્ષેત્રોનાં સાત દ્રવ્યમાંથી ન આપી શકાય, એ રહસ્ય છે.
25
હાલના વ્યવહારે તો ગુરુ મહારાજના પૂંછણા વગેરેનું જે કાંઈ સાધારણ દ્રવ્ય હોય, તે શ્રાવક-શ્રાવિકાને આપવામાં કોઈ યુક્તિ દેખાતી નથી.
પરંતુ પૌષધશાળા (ઉપાશ્રય) વગેરે કામમાં તો તે (સાધારણ દ્રવ્ય)
શ્રાવકો વાપરી શકે છે.
26
24. મૂલ્ય.
25. (ગુરુની સન્મુખ ઊભા રહીને, તેમની ઉપરથી ઊતરીને ભેટ તરીકે ધરેલું.) 26. [પૌષધશાળા વગેરે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org