________________
૪૬
ગાથા-૧૨] ૨. વૃદ્ધિદાર – દેવદ્રવ્ય ઉપભોગમાં દોષો ૪૬
ચામર, સાબાણ વગેરેનો મેલાં થવાનો, ટુટી જવાનો અને ફાટી જવા. વગેરેનો સંભવ હોવાથી, વધારે પણ દોષ લાગે છે.
છે એટલા માટે દેવદ્રવ્યનાં વાજીંત્ર પણ શ્રી ગુરુમહારાજા અને શ્રી સંઘની આગળ પણ વગાડાય નહિ.
કેટલાક આચાર્યો કહે છે કે
“પુષ્ટાલંબને) બહુ મહત્ત્વનાં કારણ સંજોગો હોય, ત્યારે ઘણો નકરો આપીને વાપરી પણ શકાય.
કેમ કે
જે મૂઢ માણસ ચામર, છત્ર, કળશ વગેરે દેવદ્રવ્યનાં ઉપકરણો મૂલ્ય આપ્યા વિના પોતાના પોતાની તરફના પૂજા વગેરે) કામમાં વાપરે છે, તે દુઃખી થાય છે.”
પોતાના ઉપયોગમાં વાપરતાં વાપરતાં કદાચ તે ઉપકરણો ભાંગી જાય ટૂટી જાય, ફાટી જાય, ખોવાઈ જાય) તો પોતાના ખર્ચે નવાં બનાવરાવી દેવા જોઈએ. નહિતર, જેમ દેવસેનની માતાએ તિર્યંચ વગેરે દુર્ગતિનાં દુઃખ ભોગવ્યાં, તેમ ભોગવવાં પડે છે.
અહીં સંપ્રદાય મુજબ દષ્ટાંત નીચે પ્રમાણે છે -
“દેવની આગળ દીવો કરીને એ જ દીવાથી ઘરનાં કામ કરવા નહિ. કેમ કે તિર્યંચ (પશુ, પક્ષી, માછલાં) વગેરે થવું પડે છે.
કથા
ઇન્દ્રપુરમાં દેવસેન નામનો વેપારી પોતાની મા સાથે રહેતો હતો અને ધનસેન નામનો ઊંટવાળો તેનો પાડોશી હતો.
ઊંટવાળાને ઘેરથી નીકળીને હંમેશાં એક ઊંટડી દેવસેનને ત્યાં આવે છે. ધનસેન મારી-કૂટીને પોતાને ઘેર લઈ જાય છે, છતાં, ઊંટડી દેવસેનને ઘેર જઈને જ ઊભી રહે છે.
તેથી, તે શેઠે બત્રેયનો પરસ્પરનો સ્નેહ હોવાથી, પૈસાથી ખરીદીને તેને પોતાને ઘેર રાખી.
23. (કિંમત-મૂલ્ય-નકરો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org