________________
४४
ગાથા-૧૨] ૨. વૃદ્ધિદાર – નિર્માલ્યદ્રવ્ય વિષે વિચાર ૪૪
પરંતુ શ્રી વિચારસાર પ્રકરણમાં કહ્યા પ્રમાણેચડાવેલા ચોખા વગેરે નિર્માલ્ય છે.”
એમ માનવું એ યોગ્ય નથી. કેમ કે બીજાં શાસ્ત્રોમાં અને લોકમાં એ પ્રમાણે જોવામાં આવતું નથી, તેમજ વિચાર કરતાં બરાબર ઘટી શકતું પણ નથી.
કેટલાક આચાર્યો તો અહીં એમ કહે છે કે
બીજાના ઉપયોગમાં ન આવી શકે તેવું હોવાથી દેવાદિની નિશ્રાનું સર્વ દ્રવ્ય નિમલ્યિ છે.”
“આનું તત્ત્વ તો શ્રી કેવળી ભગવંતને ગમ્ય છે.”
$ 16તે નિમલ્યમાં, ખાસ કરીને ચોમાસા વગેરેમાં કુંથવા વગેરે જીવો ચડતા હોવાથી માણસોના પગ વગેરેથી ચંપાઈ ન જાય, તેવા પવિત્ર સ્થાને છૂટું–છૂટું મૂકવું જોઈએ, જેથી કરીને ભગવાનની પૂજા વગેરેમાં ચડેલા) પદાર્થોની આશાતના અપમાન) પણ ન થાય.
| નિર્માલ્ય રૂ૫ છતાં ભગવંતના સ્નાત્રજળ પણ તે રીતે આશાતના ન થાય તેમ, લોકોના પગની નીચે ન આવે, તે રીતે, છૂટું-છૂટું) પધરાવવું.
અને એ જ કારણે તે શાંતિ પાણી રૂપ સ્નાત્રજળ, શેષ (લૌકિક દેવોને ચડાવેલાં નૈવેદ્ય વગેરેમાંથી બાકી રહેલા ભાગ)ની જેમ મસ્તકે ચડાવવું.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા વિરચિત શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં કહ્યું છે, જે
“વૈમાનિક દેવો, અસુકુમાર (વ.) ભુવનપતિદેવો, મનુષ્યો અને નાગકુમાર દેવો (વગેરે)એ તે અભિષેક જળને વારંવાર (મસ્તકે ચડાવી) વંદન કર્યું, અને સર્વ અંગો ઉપર છાંટ્યું. ૩-૬૮
શ્રી પદ્મ ચરિત્રમાં પણ (ઓગણચાલીસમા13) ઉદ્દેશામાં અષાઢી ચોમાસીની અઢાઇમાં બૃહસ્નાત્રના અધિકારમાં જણાવ્યું છે કે
“(દશરથ રાજાએ યુવાન (દાસી) સ્ત્રીઓ મારફત તે હવણનું શાંતિ જળ પોતાની રાણીઓને મોકલ્યું. તે લઈને તે રાણીઓએ પોતપોતાના મસ્તકે છાંટ્યું. (ચડાવ્યું.) 6 16. [ઉપયોગમાં લીધા પછી, જે નકામું થાય, તે નિમલ્પિ-દેવદ્રવ્ય-દ્રવ્ય, 17. પુસ્તક જોવાથી ૨૯મા ઉદ્દેશામાં જોવામાં આવે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org