________________
૪૧
ગાથા-૧૨]. ૨. વૃદ્ધિદ્વાર – ભોગોપભોગદ્રવ્ય વ્યવસ્થા
વિદં ઘ૦” બે પ્રકારનું દેવદ્રવ્ય=“હોય છે.” એમ અધ્યાહાર સમજવો. ચ=શબ્દથી (જ્ઞાન) ગુરુ દ્રવ્યાદિક પણ સમજી લેવા. જે શાથી બે પ્રકારે છે?
ભોગ અને ઉપભોગની અપેક્ષાએ એક વખત ભોગવી શકાય એવી વસ્તુ હોય, તે ભોગ કહેવાય છે. જેમ કે નૈવેદ્ય, ફૂલની માળા વગેરે, અને જે વારંવાર ભોગવી શકવાને યોગ્ય હોય, તે ઉપભોગ કહેવાય છે. દાગીના, ઘર વગેરે.
કે તે બન્ને પ્રકારનાં દ્રવ્યોમાં ઉચિત રીતે વર્તન કરવું જોઈએ=શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વર્તન કરવું જોઈએ.
અરિહંત ભગવાનની આજ્ઞા પ્રમાણે દહેરાસર વગેરેમાં જ્યાં જે યોગ્ય હોય, તે તે ઉચિત સ્થાને ભોગ અને ઉપભોગ દ્રવ્યનો વપરાશ કરવો જોઈએ. તેથી જ (ભક્તિ વગેરેના આનંદ પ્રમોદમાં વૃદ્ધિ થવા વગેરેનો સંભવ રહે છે.
અથવા તેથી પ્રમોદ વગેરેની વૃદ્ધિનો સંભવ રહે છે.
જો તેમ કરવામાં ન આવે એટલે કે અયોગ્ય સ્થાનમાં (અયથાસ્થાનમાં) વાપરવામાં આવે, તો
ભક્તિનો ભંગ=એટલે કે-ભક્તિનો ભંગ-નાશ-આવી પડે છે, એ ભાવાર્થ છે. છે અહીં રહસ્ય એ છે કે
દેવાદિકના ભોગ દ્રવ્યનો ઉપયોગ પોતાના કામમાં કરવામાં આવે, તો તેમાં દ્રવ્યને ખંડિત કરવારૂપ ઘટાડો થવાથી આશાતના થવાનું ચોખ્ખું ચોખ્ખું સમજી શકાય તેમ છે. અને તેમ થવાથી તેના ઉચિત ઉપભોગ (ઉપયોગ)માં વ્યાઘાત-હાનિ પહોંચતા, તેથી ઉત્પન્ન થતી શોભા, ભક્તિ, ઉલ્લાસ વગેરેનો ભંગ સંભવે છે.
અને, ઉપભોગ દ્રવ્ય જે વધારે વખત ટકી શકતા હોય છે,) તેના વપરાશમાં તો ઉપર કહેલા દોષો લાગતા નથી, તો પણ આજ્ઞાનું ઉલ્લંઘન, નિઃશૂકપણું (સંકોચ ન હોવો) અને અવિનય વગેરે દોષોનો સંભવ થવાથી, એમ બન્ને પ્રકારની ભક્તિનો ભંગ ખુલ્લી રીતે જ જણાઈ આવે છે. 3. નાણું બન્નેયનું કારણભૂત છે, એટલે કે ઉપચારથી ભોગ અને ઉપભોગરૂપ સમજવું.
એટલે કે તે મિશ્રિત છે. 4. પોતાના કામમાં વાપરવામાં આવે તો.]. 5. [ઓછું કરવું વગેરે દોષ ન હોવાથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org