________________
૪૦
ગાથા-૧૨] ૨. વૃદ્ધિદ્વાર – ભોગપભોગદ્રવ્ય વ્યવસ્થા
છે તેથી-પરમાર્થ સમજવાનો એ છે, કે- “એમ કરવાથી
ચરમાવર્તિમાં પ્રવેશ થવા વગેરે આત્માના ગુણોના વિકાસની) સામગ્રીના બળથી મધ્યસ્થપણું વગેરે મૂળ ગુણો ઉત્પન્ન થાય છે.
તેમ થવાથી સાર-સંભાળ રાખવાની-ઉત્તમ પ્રકારની કાળજી કરવાની(એવી વૃત્તિ આત્મામાં ઉત્પન્ન થાય છે અને તેમ થતું હોવાથી- દેવ-દ્રવ્યાદિકની : ઉપર જણાવ્યા પ્રમાણે વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. ૧૧
(સાત ક્ષેત્રાદિકમાં વધારો કરવાની, તેનું રક્ષણ કરવાની, તેની સાર-સંભાળ, યોગ્ય વ્યવસ્થા, વહીવટ વગેરે કરવાની વૃત્તિ તેને લાગે છે, કેજેનો આત્મા, ઘણો ઊંચો આવ્યો હોય. અને તે દ્વારા તે અનેક જીવોને દેવગુરુ-ધર્મની નજીક લાવવામાં નિમિત્તભૂત બને છે. એમ ઉત્તરોત્તર પોતાના આત્માને ઊંચે-વિકાસ માર્ગે-લઈ જવામાં સફળતા અનુભવી શકે છે.)
$ “દેવ-દ્રવ્યાદિકની' એ પ્રકારે વૃદ્ધિ કરનાર શ્રાવકને વૃદ્ધિ કરવાના ફળરૂપ- તે દેવ-દ્રવ્યાદિકનો ઉચિત ઉપયોગ કરવો જોઈએ, અનુચિત ઉપયોગ કરવો ન જોઈએ, અનુચિત ઉપયોગ (વપરાશ)નો ત્યાગ કરવો જોઈએ.” એ નીચેની ગાથામાં સમજાવામાં આવે છે -
दुविहं च देव-दवं, भोगुवभोगेहिं तत्थ दु-विहंपि । ચિપણ વુિં , મન-મત્તિ-મંગો રા
“ભોગ અને ઉપભોગની અપેક્ષાએ દેવદ્રવ્ય બે પ્રકારે વપરાય છે. તે બન્નેય પ્રકારના વપરાશમાં ઉચિત પ્રકારે વર્તવું જોઈએ. ઉચિત પ્રકારે વર્તવામાં ન આવે, તો ભક્તિનો ભંગ-નાશ-થાય છે.” ૧૨
[પાંચમી થી અગિયારમી ગાથા સુધીની સાત ગાથાઓમાં-સુખી હોય. યોગ્ય સ્વજનયુક્ત હોય વગેરે જે ગુણો પાંચમી, છઠ્ઠી ગાથામાં ગણાવ્યા છે, તે ગુણોથી શોભતા ગૃહસ્થ કે જે માર્થાનુસારી હોય, સમ્યગ્દષ્ટિ હોય, દેશવિરતિધર હોય, અને ખાસ મહત્ત્વને કારણે સાધુમહારાજ પણ હોય, તે સર્વમાંથી જે જિનઆજ્ઞાપૂર્વક દેવ દ્રવ્યાદિકમાં વૃદ્ધિ કરનાર, કાયમ તેની કાળજીપૂર્વક સારસંભાળ કરનાર, ધનાદિકમાં અનાસક્ત, અને મહાસાત્ત્વિક આત્મા હોય, તે અધિકારી હોઈ શકે છે, એ વાત
ઘણી સ્પષ્ટ કરી છે અને તેનો ઉપસંહાર પણ કરવામાં આવ્યો છે.]. 1. (“વૃદ્ધિ કરનાર” શબ્દ સાથે સંબંધ છે.) 2. (તતુ-ને-શબ્દથી વૃદ્ધિ સમજવી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org