________________
ગાથા-૧૦-૧૧] ૨. વૃદ્ધિદાર – અધિકારી સ્વરૂપ
૩૯ જો માયા.” “અ-શિદ્ધો” ન જીતી શકાય તેવા લોભરૂપ ગ્રહને અનાદિ કાળથી વશ પડેલા દરેક જીવ ઘણે ભાગે, હંમેશાં
જે-સ્થાનમાં (જૂનું) સાચવવા અને (નવું) વધારવા વગેરે દ્વારા, ધનને જ જે રીતે પરમ ધ્યેય તરીકે જુવે છે, તે સ્થાનમાં તે રીતે- માતા વગેરેને જોતો નથી.
તેથી, તે (ધનને) માટે, જીવનની પણ અપેક્ષા રાખ્યા વિના ઘણાં પાપો અને પ્રયાસો કરતો હોય છે. ૧૦
છે જ્યારે લોકમાં આ સ્થિતિ છે, છતાં-સંતોષરૂપી અમૃતનાયે માખણના પીંડાથી લેપાયેલ અંતઃકરણ ધરાવતા હોવાથી
જે–પુરુષ પોતાના ધન ઉપર પણ સર્વથા આસક્તિ વગરના છે, ઉપરાંત, સારી રીતે સાર-સંભાળ કરવા વગેરેથી શ્રી દેવદ્રવ્ય વગેરેને વધારા તરફ લઈ જાય છે, તેમાં વધારો કરે છે,
તે–પુરુષ એ કારણે (જૈન શાસનમાં) “મહા સાત્ત્વિક”—તરીકે કહેવાય છે= (વખણાય છે)
ઉપલક્ષણથી
બીજા પાસે પણ દેવદ્રવ્યાદિકમાં વધારો કરાવરાવે છે, એટલે કે “અનુમોદના પણ કરાવે છે.” 1. પ્રિય ગણે છે. 2. લોકભાષામાં “લેખે છે (માને છે)” માતા વગેરેથી પણ ધન ઉપર વધારે મમતા
રાખે છે. 3. “પાપના પુંજ એકઠા કરે છે. 4. (આસાર=(અતિવૃષ્ટિ)] * પાપરૂપી લોઢાનો ઢગલો એકઠો કરે છે. (મે૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org