________________
આનંદ” એમ જણાવી કવિના નામથી પિતે “કવિ” તરીકે ઓળખાઈ આનંદ લેવામાં આવતું. આમાં કુમારપાળ રાજાના પ્રતિબોધક૨૧ હેમચંદ્રાચાર્ય અને વિક્રમ રાજાના પ્રતિબંધક સિદ્ધસેન દિવાકર નામના સંસ્કૃતમાં જૈન મહાકવિઓ તરીકે પ્રસિદ્ધ થયેલાને પિતે વખાણ્યા છે, એટલું જ નહિ પરંતુ પિતાના પૂર્વકાલીન જૈન ગૂજરાતી કવિઓ પૈકી કેટલાકનાં નામ આપી તેમની પાસે પિતાની લઘુતા દર્શાવી છે.
આગિં જે કવિરાય, તાસ ચરણરજ બડષભય, લાવણ્ય કીબો ખીમે ખરે, સકલ કવિની કીતિ કરો ૫૩ હંસરાજ વાછે પાલ, માલ તેમની બુદ્ધિ વિશાલ, સુસાધુસ સમર(યો) સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ. ૪૪
૨૧ હમચંદ્રાચાર્ય–“અપભ્રંશ કિંવા પ્રાચીન ગુજરાતીમાં વ્યાકરણ આદિ પ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના પાણિનિ. એ સમર્થ ગુર્જર ગ્રંથકારને સમય ઈ. સ. ૧૦૮૮-૧૧૭૨ છે.” તેઓ ગૂજરાતના રાજન સિદ્ધરાજના સમયમાં હતા, પછીના રાજન કુમારપાળના ગુરૂ હતા (સંક્ષિપ્ત ચારિત્ર માટે જુઓ યોગશાસ્ત્ર–મુંબઈ માંગરોળ જૈન સભા તરફથી પ્રકાશિત થયેલ ગ્રંથના પ્રારંભમાં મૂકેલું મારું લખેલું ચરિત્ર, તથા ગુજરાત સાહિત્ય ખંડ ૫ વિભાગ ૨-૩-૪માને નિબંધ નામે ‘જેને અને તેમનું સાહિત્ય પૃ. ૬૫ થી ૧૫૮ પૈકી ૮૨ થી ૧૦૦. વિશેષમાં કુમારપાળ રાસ-પ્રબંધ, પ્રબંધચિંતામણી, ચતુર્વિશતિ પ્રબંધ વગેરે.
કવિશેન દિવાકર. ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પ્રતિબેધક આચાર્ય. તેમણે જૈન ન્યાયને પ્રથમ પદ્ધતિપુરઃસર મૂક્યું; ઈના માનવા પ્રમાણે વિક્રમના નવરત્નમાંના ક્ષણપક તે એ હતા. તેમણે ન્યાયાવતાર, સંમતિતર્ક આદિ ન્યાયના ગ્રંથો અને કલ્યાણુમંદિર સ્તોત્ર રચેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org