________________
૫૮
“કુમતિકુદલ નામનો ગ્રંથ બીજા ગચ્છની વિરૂદ્ધ ઘણી સખ્ત ભાષામાં રચ્યો હોવાથી તેને અપ્રમાણ ગણી વિજયસેન સૂરિએ ધર્મસાગરજીને ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર ર્યા હતા. વિજયદેવ સૂરિ ગૃહસ્થાવસ્થામાં ધર્મસાગરજીના ભાણેજ થતા હતા અને અરસ્પર બંનેને પ્રેમ હતા,તેથી ગચ્છ બહારની હકીક્તને પત્ર ધર્મસાગરે વિજયદેવ સરિને લખે કે જેના ઉત્તરમાં વિજયદેવ સૂરિએ પત્રની અંદર જણાવ્યું કે “કશી ચિંતા ન કરશે. ગુરૂનું નિર્વાણ થયે તમને ગ૭માં લેઈ લઈશું' આ પત્ર માણસ સાથે મોકલે, તેણે ભૂલથી તે વિજયસેનના હાથમાં આપે વાંચતાં હૃદયમાં પિતાના શિષ્યને માટે આઘાત થશે અને બીજા કોઈને ગપતિ નીમવા વિચાર રાખે. વિહાર કરતાં ખંભાત આવ્યા, સં. ૧૬૭૧, ત્યાં સ્વર્ગે જવા પહેલાં આઠ વાચક (ઉપાધ્યાય) અને ચારસે મુનિના પરિવારને બોલાવી જણાવ્યું કે એક વખત તમે વિજયદેવસૂરિ પાસે જઈ મારું વચન માન્ય રાખવા કહે છે. જે માન્ય કરે તે પટ્ટધર તેને જ સ્થાપજે, નહિ તે બીજા કોઈ ગ્ય મુનિને સ્થાપજે” એમ કહી સંઘ સમક્ષ તે આઠ ઉપાધ્યાયને સુરમંત્ર આપો.
૪૮. આઠે વાચકોએ વિજયદેવ સરિ પાસે અમદાવાદ આવી સ્વર્ગસ્થ આચાર્યને અંતિમ સંદેશ કર્યો, પણ તેમણે તેને અવિકાર કર્યો એટલે વિજયસેનની ગાદી પર વિજયતિલક સૂરિને સ્થાપિત કર્યા. તે ત્રણ વર્ષ પછી સ્વર્ગસ્થ થયા. સં. ૧૬૭૪. એમને કવિએ આચાર્ય તરીકે માન્ય રાખ્યા. ૧૭”
તે જયસિંહ ગુરૂ માહરોરે, વિજયતિલક તસ પાટ, સમતા શીલ વિદ્યા ઘણી, દેખાડે શુભ ગતિ વાટ.
૧૭. દીપવિજય કૃત સેહમકુલ પદાવલી રાપરથી. વિશેષ માટે જુઓ વિજયતિલક સરિ રાસ. ઐતિહાસિક રાસમાળા ભાગ ૪ થે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org