________________
(6) પ્રાગવંસિ વડે સાહમિહીરાજ જે, સંઘવી તિલક સિરિ સેય ધરત, શ્રી શેત્રુજય ગિરનાર ગિરિ આબૂએ, પુણ્ય જાણ બહુ યાત્રા કરે.
–ક્ષેત્રસમાસ સસ સં. ૧૬૭૮. (૭) પ્રાગવંશે સંધવી મહિરાજે, તેહ કરતો જિનશાસન કાજે,
“સંધપતિ તિલક ધરાવતો સારો, શેત્રજય પૂછ કરે સફલ અવતાર. સમકિત શુદ્ધ વ્રત બારનો ધારી, જિનવર પૂજા કરે નિત્ય સારી,
દાન દયા ધર્મ ઉપર રાગ, તેલ સાથે નર મુક્તિને માગ. (૮) પ્રાગસિ વીસે વિખ્યાત, મિહરાજ સંધવી મુખ્ય કઈહઈ વાત.
–મલ્લીનાથ રાસ સં. ૧૬૮૫. ૨૮. આ પરથી જણાય છે કે મહિરાજ પિતે સંધ કાઢી સંધવી-સંધપતિ થયા હતા અને પિતે શત્રુંજય (પાલીતાણા), ગિરિનાર (જૂનાગઢ) અને આબૂની જાત્રા કરી હતી. વિશેષમાં તેઓ હંમેશાં જિન પૂજા કરનાર, શ્રાવકને બાર ત્રત ધારી, આવશ્યક ધાર્મિક ક્રિયાપ્રતિક્રમણ પિષધાદિ કરનાર, દાન દયા અને ધર્મના ગી જિનશાસનનાં કાર્યો કરનાર ચુસ્ત શ્રાવક હતા.
૬. પિતા સાંગણ સંઘવી અને માતા સરૂપા
૩૦. કવિના પિતા સાંગણ વિસનગરમાં રહેતા હતા અને પછી ત્યાંથી ત્રબાવતી એટલે ખંભાતમાં જઈ વસ્યા. (૧) સાયનયરિવસિ પ્રાગવંસિં વડે, મહિરાજને સુત તે સિંહ સરિ, તે ત્રબાવતી નગર વાસે રહ્યા, નામ તસ સંઘવી સાંગણપો.
–વતવિચાર રામ અને કુમારપાળ રાસ. (૨) તેહના સુત છિ સીડસરિખા, સાંગણ સંધવી નામરે,
પૂન તણું ક્ષરણ તે કરતા, ધરતા જિનવર ધ્યાનરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org