________________
અને વિદ્યાને એક બલવાન જે ઉત્પન્ન કર્યો હતો. એ મજા દરમિયાન આપણી પ્રજામાં સાહિત્ય વિધા આદિ જોરથી ફેલાયાં હતાં, અને નવાં પણ ઊપજ્યાં હતાં, પરંતુ એ સર્જક યુગનું આયુષ્ય ટૂંકું નીવડયું અને એ યુગ દરમિયાન થયેલું અને આરંભાયેલું ઘણું ખરું પાછું ધૂળ તળે દટાયું. થોડું ઘણું જળતું કજળતું પણ ઊગર્યું અને નામશેષ રહ્યું તેનું કારણ અમદાવાદ પરિષદ વખતે મેં મહારા વ્યાખ્યાનમાં સુચવેલું તે હતું, કે અમદાવાદના સુલતાન વંશની નીતિ ઉગ્ર મુસ્લિમ નીતિ હતી નહીં હિંદમાંની મુસ્લિમ ગાદીએ દેહલીના તખ્તથી જેમ દૂર આવેલી, તેમ તે ગાદીને ટકાવનાર મુસ્લિમ બેલ ઓછાં આછાં અને તેમ તે ગાદીપતિઓને પિતાની ગાદી ટકાવવાને લેકપાલ વધારે પ્રમાણમાં થવું પડેલું પોતાની નીતિમાં પ્રજાના ગ્રહોને અને પ્રજાની રુચીએને વિશેષ વઝન આપવું પડેલું. વળી ગુજરાતના તખની લક્ષ્મી અને જાહેજલાલી તે મુખ્યત્વે અવલંબે દરિયાપારના વેપાર ઉપર; અને એ વહેપારની કલા હિકમતે તમામમાં હિંદુઓની બાપુકી હકમીઃ ખાસ કરીને જૈનેની. તેમ Indian Antiquary ના પ૩ મા અને પ૪ મા વાલ્યુમમાં.)
આનાં લાટ અને સેઠ વચ્ચે ઐકયભાવ મુસ્લિમ યુગે જ સાથે છે; ગૂજરાતમાં મુસ્લિમ યુગ બેઃ અમદાવાદના સુલતાને તે પહેલે, મુઘલ સલ્તનતને તે બીજે. કચ્છ, ઈડર, આદિ જે જે પ્રદેશ અમદાવાદી સુલતાને અને મુધ પતશાહના વિષયમાં રાજ્યસત્તા આણું શકેલી નહીં, તેમનું ગુજરાત સાથેનું ઐક્ય આજે પણ આછું છે.
૧. ગુર્જરમંડલની સંસ્કૃતિમાં જે યુગના શિખર રૂપે શ્રી હમાચાર્ય વિરાજે છે, તે પહેલાના સંસ્કૃતિયુગો વિશે પંડિત સુખલાલ, પંડિત
ચરદાસ અને મુનિ જિનવિજય હાલમાં જે અભ્યાસ અને સંશેધન કરી રહ્યા છે, તે ઉપરથી થોડા જ સમયમાં પુષ્કળ માહિતી મળી જશે એમ ધારું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org