SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ હતો, કેમ કે ચંપા એ છમાસી ઉપવાસનું વિરલ પુણ્યતપ કર્યું હતું. લાગટ છમાસ લગી માણસ અન વગર રહી શકે એ અકબરને સંભવિત લાગ્યું નહીં; તેણે એ બાઈને ઘટતા માન સાથે પણ પૂરા બંદોબસ્તથી એક માસ રાખી, અને તે વચન પ્રમાણે જ વર્તે છે એમ તેની ખાતરી થતાં, * તથા આ પ્રસંગ દરમિયાન જિનધર્મના સિદ્ધાન્ત મનબે રીત રીવાજો આદિ વિશે પણ તેના સાંભળવામાં આવતાં, અકબર જેવી વૃત્તિવાળા માણસને તે એક નવા સ્વતંત્ર અને વિશાલોદર જ્ઞાનસ્થાન અને અનુભવ સંચય ની ભાળ મળી. જૈન ધર્મના તે સમયે ઉત્તમોત્તમ ગુરુ કોણ હતા તે શોધી કહાડતાં અકબરને વાર લાગી નહિં, અને આ પ્રમાણે અકબરને હીરવિજયસૂરિ અને તેજસ્વી જિનભકતો સાથે સમાગમ આરંભાયે. હેમાચાર્ય અને તેમના સહાયકોએ ગુર્જરમંડલમાં સંસ્કૃતિ * શ્રી જિનવિજયજીઃ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય (૧-૨૬): રાસસાર વિભાગ, પૃ. ૧૦૬. * આપણા દેશને ગુજરાત નામ મુસ્લિમ અમલ પહેલાં હેતું. આનર્ત અને સૌરાષ્ટ્ર એ આપણા દેશના બે અંગેનાં જૂનામાં જૂના નામ. સૌરાષ્ટ્રમાંથી સોરઠ નામ થયું. આખા દીપકલ્પને કાઠીવાડજાહ-કાઠિયાવાડ નામ આપી, સોરઠ નામ તેના દક્ષિણ પેટાભાગને માટે સંકોચનાર મરાઠાઓ હતા. આનર્ત શબ્દનો અપભ્રંશ થઈને લાટ શબ્દ થયે જણાય છે. હેમાચાર્ય અને સિદ્ધરાજના સમયના આનર્ત, લાટ, સૈારાષ્ટ્ર આદિ ચાલુક્ય રાજ્યના વિભાગોને માટે એકઠું ગુજર મંડલ નામ જ ઘટે. આ વિષયના એકથી વધારે અંશ હજી સંદિગ્ધ છે. oyalA. S. Altekar 21 A History of Important Ancient Towns and Cities in Gujarat and Kathiawad (1936) એ મુંબઈ યુનિવર્સિટીનો ઈનામી નિબંધ (છૂટો છાપેલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy