________________
વડા વ્યવહારી જિહાં દાતાર, શાલુ પાઘડી બાંધે સાર; લાંબી ગજ ભાખું પાંત્રીશ, બાંધંતા હરખે કર શીશ. ૬ ભરવની એગતાઈ જાંહિ, જીણું ઝંગ પહેરે તે માંહિ; છટી રેશમી કેડે ભજી, નવ ગજ લાંબી સવા તે ગઇ. ૭ ઉપરે ફાલિયું બાંધે કોય, ચાર રૂપિયાનું તે હોય; કઈ પડી કોઈ પામરી, ત્રીશ રૂપિયાની તે ખરી. ૮ પહેરી રેશમી જેહ કભાય, એક શત રૂપૈયે તે થાય; હાથે બહેરખા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સરગ થકા. ૯ પગે વાણહિ અતિ સુકમાલ, શ્યામ વરણ સબલી તે જાલ; તેલ પુષ્પ સુગંઘ સમાન, અંગે વિલેપન તિલક ને પાન. ૧૦ એહવા પુરુષ વસે જેણે ઠાય, સ્ત્રીની શોભા કહી નવ જાય; રૂપે રંભા બહુ શણગાર, નિત્ય ઉઠી વંદે અણગાર. ૧૧ ઇસ્યું નગર તે ત્રંબાવતી, સાયર લહેર જિહાં આવતી; વહાણ વખાણ તણું નહીં પાર, હાટે લોક કરે વ્યાપાર. ૧૨ નગર કોટ ને ત્રિપોલિયે, માણકોક બહુ માણસ મિલ્યો; વહેરે કૂણું ડાડી શેર, આ દેકડા તેહના તેર. ૧૩ ભેગી લોક ઇસ્યા જ્યાં વસે, દાન વરે પાછા નવિ ખસે; પંચાશી જિનના પ્રાસાદ, ઈંદ્રપુરીશું કરતા વાદ. ૧૪ પિષધશાલા જિહાં બહુ તાલ, કરે વખાણ ત્યાં ઋષિ વાચાલ; પુણ્યવંત પિષધ ધરતાં ત્યાંહિ, સાહામીવત્સલ હોયે પ્રાહિ. ૧૫ એ નગરીની ઉપમા ઘાણી, જહાંગીર પાતશાહ જેહને ધણી; તે ત્રંબાવતી માંહિ રાસ જેડતાં મુઝ પહેતી આશ. ૧૬ યુગલ સિદ્ધિ અને ઋતુ ચંદ, જુઉ સંવત્સર (૧૬૮૨) ધરિ આનંદ; માધવ માસ ઉઠ્ઠલ પિચ, ગુરુવારે .............. ... .... ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org