________________
૧૩૭
ભ. મૈ. ૮
શ્રી કુમારપાળ રાસ.
ચઉપઈ. કુમારપાલ થોડે દિન હસઈ, તિહારઈ બલ માહારૂં ચાલયે; હવડાં હું મેગી થઈ રહું, સુપુરૂષ વિણ હું કહનઈ કહું. ૨૨ સુણ વાત ભૂપતિ ઉચર જેહની વાંછા તપણિ કરઈ; તે મુઝ કુંમરનિરંદેહ નામ, પણિ કે પુહુતુ રાજ ન ગમ. ૨૩ નાગે નાગાન સુ કર દૂખીઈ દુખી બૂરી માઈ; તું યોગી નઈ હું ભીખાર, કહીપરિ કરૂં તાહરી સાર. ૨૪ સુપુરૂષ જાણું તેં મુઝ કહિઉ, મુઝથી કામ ૧કિશું નવિ થયું; તું હું જગમાં પુરૂષ અસાર, યાચના ભંગ તણે કરનાર. ૨૫ આસ કરી નર આવ્યા જેહ, વલઇ નરાસ નર પાછો તેહ સેય લાજ તેહનઈ નવિ કરી, લજા સેય સાંહમાન સહી. ૨૬ સરવર જાણ નર બહુ ધસ્યા, નીર ન પામ્યા પાછા ખસ્યા; એણી વાતઈ સર સોય ધિ કાર, પુરૂષ તણુઈ નહી લાજ લગાર. ૨૭ જે તરૂઅર સુભ ફૂલ્યાં ફલ્યાં, અરથી લેક તિહાં ઘણું મિલ્યા; ડાઢિ ગલાવઈ ન દીઈ સેય, લઘુતાપણું તે તરૂવર હેય. ૨૮ જે ધનવંત આ લઈ લે માલ, યાચક મિલઈ તિહાં ગરઢાબાલ; કર અંચઈ નઈ કિરપી થાય, તે જ મહિમા તેહને જાય. ૨૮ વિકટ કામ સૂરાનઈ કહિઉ, આલસપણિ જે તે નવિ થયું સે પુરૂષ કાયરમાં સરઈ સૂરપણું ચાલ્યું તસ વહી. ૩૦ એણુઈ દ્રષ્ટાંતઈ સુણિ નર ગુણી, તું દુખ રયો મુઝ નૃપ ભણી; મઈ તુઝ કષ્ટ ન ભાંગ જોઈ તો હું સુપુરૂષ સાને હેઇ. ૩૧ શાસ્ત્રીઈ વાત મનઈ છઈ સહી, સોય કથા તઈ મુઝનઈ કહી; તે વિવરી ભાખું બ્રાત, સુપુરૂષે બેલ જેવા સાત. ૩૨
૧ એક. ૨ યાચક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org