________________
અને એક ધર્મમાં પંથ પંથે વચ્ચે પણ અણુરાગ, અરે દ્વેષ એટલો તે ઉગ્ર હતો, કે વૈષ્ણવ ગ્રાહક પિતાના દરજીને “શીવ !” શબદ બેલીને આજ્ઞા કરવામાં કે પાતક બેસે એમ માનતો. એટલે ખુલ્લું છે કે જૈન ફિલસૂફી, જૈન નીતિવિસ્તાર, જૈન શિલ્પ, અને જૈન વામને લાભ, જૈન છોટે પણ ખમી ન શકનાર, જૈનેતર પ્રજાને નજેજ મળતો જૈનેતર પ્રજામાંની થોડીક વ્યકિતએ ખાસ મેળવવાને મથે તે જ તેમને મળતા. મેઢ વાણિયા જેવી કેટલીક મોટી નાતે આ આખા યુગ દરમિયાન બંને પ્રવાહોને લાભ લેનારી હતી ખરી, પરંતુ આખા સમાજની દષ્ટિએ આવા લધુ સંઘે અપવાદ જેવા ગણાય. અને છેક હલકી પંક્તિની લક્ષાવધિ પ્રજની તે વાત જ શી કરવી ! કારીગરે, દુકાનદારે, રાવત, ફેરિયા, મેટલિયા, વણજારા, અને તેથી પણ ઉતરતાં કામમાં લગભગ બધે વખત સમર્પોને જેમતેમ પેટ ભરતા અને દુઃખે આયખું નીગમતા એ સમાજના “શ” ફિલસૂફી, શિલ્પ, શિષ્ટ સાહિત્ય આદિ શેખ એાછા જ કરી શકે છે! બુદ્ધિના ઉદેથી વા આકસ્મિક સંજોગોમાં આ કોટવધિ કડિયામાંથી કોઈમાં જૈન જૈનેતર કે બેય સંસ્કૃતિઓ ઊગી નીકળતી, તે પણ એવા દાખલા તે છેક જ વિરલ બનતા. આ પ્રકારની પરિસ્થિતિ અને આ રૂપને યુગ અત્યારે આપણને સમઝવામાં પણ ભાગ્યે આવી શકે એવાં બની ગયાં છે, કેમકે અંગ્રેજી અને વિલાયતી સંસ્કૃતિનાં પૂર હિંદમાં રહેવા માંડયાં છે ત્યારથી એક મહાન પરિણામ એ સિદ્ધ થતે આવે છે, કે ભાષાનાં અંતર, ધર્મનાં અને પંથનાં અંતર, રીતરીવાજનાં અંતર, અને સેંકડો ગાઉના વિકટ પંથ રૂ૫ અંતરનાં અંતર ભૂસાતાં ભૂલાતાં જાય છે, અને આખી હિંદી પ્રજા–જુદી જુદી દિશામાં વહેતી નદીઓ મટીને એક સાગરના જેવા ઐયમાં વધતી જાય છે, તથા તેના પેટામાં ગૂજરાત બૃહદ્ ગુજરાતની ગુજરાતી ભાષા બેલતી આખી ગુજરાતી પ્રજા પણ ઐકયમાં અને પિતાની અસ્મિતામાં વધતી જાય છે. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org