________________
પર
ઋષભદાસ કવિ કૃત.
આ. કા. ગુણે રંજીત અધિકારીએ રે, ગુરૂનઈ કહા મુખિ હાયરે; ત્રિણિ આચાર્ય નારિસુ રે, ગઢ ગિરિનારે જાય. સુ. ૧૨ શ્રી જન પ્રતિમા આગલિરે, નાગી પદમની નારીરે; આચાર્ય કરઈ સાધનારે, નર હાથિ તરૂઆરીરે. સુ. ૧૩ ન ચલઈ મેરની ચૂલિકારે, ન ચલઈ કુ સર્પ શેષરે; ન ચલઈ મુનિ મંત્ર સાધતાંરે, છમસિરિ અક્ષર લેખરે. સુ. ૧૪ પરગતિ હુઓ તવ દેવતારે, વિમલેશ્વર સુર જેહરે; કઈ માગે ઋષિ રાજીઆરે, તુર્ભા મનિ ભાવઈ તેહરે. સુ. ૧૫ દેવેંદ્રસૂરિ તવ બોલીયા, કાંતીથી પ્રાસાદરે; શ્રી સેરીસ) આણરે, દિઈ વિઘા જશ વાદરે. સુ. ૧૬ મલયગિરિ મુખિ માગીઉરે, સિદ્ધાંત વૃત્તિ કરૂં સાર; પરગગિ થયે સુર તે સહીરે, દિઇ મુઝ શક્તિ અપારરે. સુ. ૧૭ હેમ હરખિત તવ બોલીયારે, દિઇ મુઝ વિધા એહરે; વચનબલિ નૃપ બુઝવુ રે, સાસન દીપાવઈ તેહરે. સુ. ૧૮ હેમ વચને અતિ હરખ ઉરે, સુર હુએ સંતુષ્ટરે; વિધા ત્રિણિ દેઈ કરીરે, કીધી પુષ્પની વૃષ્ટિરે. સુ. ૧૮
પુષ્પ વૃષ્ટિ દેવે કરી, વિધા હુઈ પરતખિ; ગુરૂ ચરણે આવિ નમે, હેમાચારજ શિષ્ય. ૨૦
ચઉપઈ. હેમાચાર્ય ગુરૂનઈ નઈ, ગુરૂનઈ ચેલે દીઠે ગમઈ; હર્ષ ઉપને બઇએ ધ્યાન, આંબિલ તપ આરાધઈ જ્ઞાન. ૨૧
૧ ભાગિયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org