________________
અને અપભકવીશ્વર જેવા કોઈક ગૃહસ્થજ ભાગ્યશાળી હોય કે જે અનેક ઉપાધિ હોવા છતાં સર્વોત્તમરીત્યા સાહિત્યની સેવા બજાવી શકે. રાષલકવીશ્વર જેવી સાહિત્ય સેવા બજાવવા ગૃહસ્થીઓમાંથી હજુ સુધી બીજા કોઈ વામદાસ ઉત્પન્ન થયાજ નથી એ વાત પણ નિવિવાદ છે. એજ હીરસરીવરરાસમાં કવિ અષભદાસે પિતાની નિત્ય ચર્યા લખતાં લખ્યું છે કે –
સ્તવન અઠાવન ચોત્રીસ રાસે,
પુણ્ય ૫સ દીયે બહુ સુખવાસે. ૨ ગીત થઈ નમસ્કાર બહુ કીધા, પુણ્ય માટે લિખી સાધને દીધા” ૩૦
[આ. કા. મ. મિ. ૫ મું પૂછ ૦૨૨] એ મુજબ ૫૮ સ્તવને, ગહન વિષયના એક એકથી ચઢિયાતા ૩૪ રાસાઓ અને કેટલાંયે સ્તુતિ નમસ્કારાદિ રચવા, એ ભગવતી શારદમાતની પરમ દયા મેળવેલા ઋષભદાસ વિના અન્ય ગૃહસ્થી કાણુ કરી શકે ?
આવા પ્રાચીન સુરસકાવ્યોને બહાર આણવામાં સાક્ષર વર્ગની જરૂર હતી, પરંતુ “તે સમય સુધી અટકવું, અને હસ્તગત થયેલ કાને હજુ પણ દાબી રાખી સંસ્કારી જનને એને લાભ પામવા
ન દેવ, એ રુચ્યું નહિ.” તેમજ શ્રીયુત ભાઈ ફતેવચંદ કારભારી વખતો વખત કહેતા કે, “માત્ર સંસ્કૃત પ્રાકૃતજ નહિ ! સાથે સાથે બાળોપયોગી રાસાઓનું કાર્ય પણ કરાવે.” આવા પ્રકારની પ્રેરણાથી પ્રેરાઈને પણ આવાં કાવ્યું વેળાસર બહાર પાડ્યાં છે.
આ ગ્રન્થમાં પ્રસિદ્ધ કરવામાં આપેલ પ્રાચીન કાવ્ય, એ “ગૂજરાતી જૈન સાહિત્ય” છે અને એ સાહિત્યને–કાવ્યને “રાસ રૂપે આલેખવામાં આવે છે. “રાસને ” સામાન્ય અર્થ “ધ્વનિ કરે, લલકારવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org