________________
વનમાં એકલી છે તે વખતે જે વિલાપ પ્રેમાનંદે કરાવ્યો છે-વૈદર્ભ વનમાં વલવલે–એ સરખાવે.
૮૧. આજ રાસમાં “આ ભરતેશ્વર આવિયો' ઢાલ ૩૪ માં છે, સરખાવે પ્રેમાનંદનું “ઓ નલરાય આરે.
૮૨. હવે અન્ય વિષય જોઈએ. લગ્ન પ્રસંગે થતી વિધિમાં વપરાતી સામગ્રી વૈરાગ્યવાસિતને મન શું સૂચવે છે તેનું વર્ણન કરતાં કવિ તેજ રાસમાં (પૃ. ૭૦) કહે છે કે – ભાત તાત મોહે પરણાવે, ચિત્ત કુંવરતણે નવ ભાવે, અંગે પીઠી જવ ચોળાએ, ભાવે આતમા કરમે લેપાએ. નહાતાં શિરે ભાવે સેય, સંસારનાં ફળ કટુ હેય; ખૂ૫ ભરતા આતમ ભાવે, સંસારે જીવ તણાવે. વળી ચિંતે ભૂષણ ભાર, ગળે સાંકળ ચિંતે હાર હાથે શ્રીફળ લેતાં ભાવે, જીવ નારી કિંકર થા. વરઘોડે ચઢીઓ જામ, ચિંતે દુર્ગતિ વાહન તામ, બહુ વાજિંત્ર બજાવે, મન ચિંતે મુજ ચેતાવે. વરઘોડેથી ઊતારે, મન હેઠી ગતિ સંભારે; પુખે ધુંસરૂ વેગે આણી, સંસાર ધુંસરની એધાણી. ત્રાક દેખી કરે વિચાર, જીવ વિધાશે નિરધાર, દેખી મૂશળ મનમાં આવે, જીવ સંસાર માંહે ખંડાવે. અર્ધ દેતાં જ્ઞાનેં જોય, સહી પૂર્વ મુખ્ય મુજ હૈય; શ્રાવસંપટ જવ ચંપાવે, વિવેક-કોડીયાં મુજ ભંજાવે. નાક સાહીને વેગે તાણે, સંસારે તણાવું જાણે; કન્યા છોટે નવતળ, કહે જીવ હશે એમ રળ. કઠે ન ધરી એ વરમાળ, ગળે દેર ધરે છે બાળ; પછી ગ્રહે તે કન્યા હાથ, તે તે દુર્ગતિ સાટું થાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org