________________
૮. હવે તેમના ભરતેશ્વર બાહુબલી રાસમાંથી થોડા નમુના લઈએ -
રાગ રામગ્રી. રૂદન કરેરે અંતેહરી, ત્રેડે કંઠના હારરે, નાખે બીડીને પાનની, કુણ કરસી અમ સારરે;
રહે રહે ભરત નરેશ્વર ! ૧ રહે રહે ભરત નરેશ્વર, તુમ વિણ શૂન્ય તે રાજરે, ઈદ્ર સરીખો દેવતા, માને જેહની લાજ રે. મસ્તક વેણને વિકારતી, ફાડે કંચુકિ ચીર રે, મોતીહાર ગૂંટયા પરે, નયણે ગળે વળી નીર રે. નાટિક ગાન તે પરિહરે, મૂકે સકલ શણગાર રે, ભૂમિ પડી એક વલવલે, કિશું કર્યું કરતાર રે, રહે. પાછા વળિયેરે પુરધણી, મૂકી ન જઈએં અનાથ રે. સાર સંભાલ ન મૂકીયે, જેહને ઝા હાથ રે. રહે. નારી વનનીરે વેલડી, જળ વિણ તેહ સુકાય રે, તમે જળ સરીખા રે નાથજી, જાતાં વેલડી કરમાય રે. રહે. જળ વિણ ન રહે માછલી, સકે પિયણ પાન રે, તુમ વિણ વિણસેરે વૈવનું, કંઠ વિના જિમ ગાન રે. રહે. નારી નિરખી પાછા વળે, રાખે અમારી તે મામ રે, તુમ વિણ ચૂનાં રે માળિયાં, શુને શવ્યાને ઠામ રે. રહે. ૮ ઈમ વલવલતી રે પ્રેમદા, આંસુડાં લુહે તે હાથ રે; તુમ વિણ વાસર કિમ જશે, તુમ વિણ દહીલી રાત રે. રહે. .
ભરતેશ્વર રાસ. પૃ. ૮૬. આ રાજા ભરત ચક્રવર્તીને વૈરાગ્ય થતાં તેના રાજત્યાગ વખતે તેની રાણીને વિલાપ. તે સાથે, નલરાજાએ તજી દીધેલી વૈદર્ભી પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org