________________
-પ તિ ૧. (૨) જૈન અને જૈનેતર બંને કવિઓ જૂદી જૂદી જાતની થાઓ રચી લખતા, પરંતુ તે લખેલા ગ્રંથો બીજાને આપતાં યા ગમે ત્યાં મૂકતાં રખેને તેને “આશાતના” થાય, તે માટે બહુ કાળજી રાખતા, જ્યારે જૈનેતરને તે અભિપ્રાય રહેતે નહિ, વળી આ ઉપરાંત હાલના જેને મળે એવા અભિપ્રાયના હતા કે પુસ્તકો પ્રસિદ્ધ કરવાથી લાભને બદલે ગેરલાભ વધુ થાય છે, જ્ઞાનની આશાતના થવાને સંભવ છે, પાત્રને બદલે અપાત્રને હસ્તે જવાથી જ્ઞાનને દુરૂપયોગ થાય તેમ છે, તે ધીમે ધીમે છપાવવાની વલણવાળા થતાં જૈનશાસ્ત્રના પ્રકરણ ગ્રંથો અને સંસ્કૃત ભાષાના ગ્રંથે મુદ્રિત કરાવવા લાગ્યા, અને પ્રાચીન ગૂર્જર સાહિત્ય પણ કેટલુંક બાળબેધલિપિમાં (૩) શ્રાવક ભીમશી માણેકે અખંડ પણે પ્રગટ કર્યું, પરંતુ હાલની શૈલી પ્રમાણે પ્રગટ કરવા પ્રત્યે બહુ લક્ષ ન રહ્યું. તેમ કેળવણીને બહુ ઓછો પ્રચાર, તેથી સાહિત્યની કિંમત સમજાઈ નહિ અને તેથી જે કંઇ તે પ્રત્યે થયું તે પ્રમાણમાં ઘણું ઓછું હોવા ઉપરાંત અધૂરામાં પૂરું કેટલાક તરફથી ચિંથરીઆ કાગળમાં પ્રગટ થયું. હવે સુચિહ જણાવા લાગ્યાં છે કે કંઈ કંઈ પ્રયત્ન સારી દિશામાં થવા લાગ્યા છે.
૧૬ કવિનાં કાવ્યોમાંથી કેટલીક વાનગી. ૭૮. ઋષભદાસ કવિની કારકીર્દિ સં. ૧૬૬થી એટલે ઇસવી સનના અઢારમા સૈમના પ્રારંભથી શરૂ થાય છે. એટલે ગુર્જર પ્રાચીન કવિ શિરોમણિ તરીકે પ્રસિધ્ધ થયેલ પ્રેમાનંદ, શામળ અને અખાની પૂર્વના હોવાનું તેને માન છે, એટલું જ નહિ પરંતુ તેની વર્ણનશૈલી, શબ્દચમત્કૃતિ, ભાષાગરવ તે કવિઓની સરખામણીમાં ઉતરતાં શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org