________________
(૩)
વિજ્યાદશમી અમદાવાદમાં. આને કવિએ “ચતુવિદંતિ તીર્થકરગોતાનિ' એ નામ આપ્યું છે. અની શુદ્ધ પ્રત આણંદજી કલ્યાણજી હસ્તકના પાલીતાણાના ભંડારમાં છે.
૨ શાંબપ્રદ્યુમ્ન પ્રબંધ રચા સં. ૧૬૫૯ વિજયાદશમી. ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથના પસાયથી.
ભાષામાં મેટે ગ્રંથ રચવાનો આ તેમને પહેલે પ્રયાસ છે એમ તે જણાવે છે. - શક્તિ નહી મુઝ તેહવી, બુદ્ધિ નો સુપ્રકાશ
વચનવિલાસ નહી તિસ્યઉં, એ પણિ પ્રથમ અભ્યાસ. કૃષ્ણના કુંવર શાંબ અને પ્રદ્યુમ્ન આખરે નેમીવર પાસે દીક્ષા લીધી અને વિમલગિરિ પર સંલેખના કરી મેણે ગયા. આ બંનેનો અધિકાર આઠમા અંગમાંથી (અંતકૃત દશાંગ-અંતકૃત એટલે તદ્દભવ મુક્ત થનાર-ચરમભવી મહાત્માઓ સંબંધીનું સૂત્ર) લઈ આ પ્રબંધ બે ખંડમાં એક છે. ગાથા ૫૩૫, ટાલ ૨૧, લેક ૯૦ ૦ છે અને તે જેસલમેરના વતની નાનાવિધશાસ્ત્રવિચારરસિક લેતા સાવ સિવરાજની અભ્યર્થનાથી રચે છે એવું એક જૂની પ્રતમાં લખેલું છે. સં. ૧૬૦૦ ની લખેલી સારી અને જૂની પ્રત લીંબડીના ભંડારમાં મોજૂદ છે.
૩ દાન શીલ તપ ભાવના સંવાદ.P ( અથવા સંવાદ શતક)૨૪ સં. ૧૬૬૨ સગાનેરમાં ‘પદ્મપ્રભુ સુપસાઉલે –
આ P ચિહ્ન મુદ્રિત થયેલ ગ્રંથ સૂચવે છે.
૨૪. કઇક પ્રતમાં પાઠાંતર બાસઠ ને બદલે “છાસઠ” છે. પણ ઘણી પ્રતામાં બાસઠ છે તેથી તે જ પાઠ ગ્ય લાગે છે. આ સંવાદને ‘સંવાદશતક” કત્તએ પતે એક ઠેકાણે કહેલ છે. પિતાની સીતારામ ચોપાઈમાં એક ઢાલનો રાગ મૂકતાં જણાવ્યું છે કે “રાગ ધન્યાસિરી-સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણે એક મીઠીરે (કે જે આ સંવાદમાં બીજી ઢાલમાં શીલ કહે છે) એ સંવાદ શતકની બીજી ઢાલ. આમાં કુલ ૫ ઢાલ છે અને પ૦ કડી છે. આ સંવાદ સઝાયરાળા અને રત્ન સમુચ્ચયમાં મુદ્રિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org