________________
(૨૯) ૪ર૦૦ લેકની ટીકા રચેલ હતી. ખરતર ગચ્છમાં લખ્વાચાર્યો નામને આઠમે ગભેદ ખ૦ જિનસાગરસૂરિએ સં. ૧૬૮૬ માં કર્યો હતો તે ગ૭ને હર્ષદને ઘણો વધાર્યો. વિશેષમાં હર્ષનંદને, તથા ખ૦ સુમતિકાલ એ બંને એ મળીને તૃતીય જૈન આગમ નામે સ્થાનાંગ પરની વૃત્તિમાંની ગાથાઓ પર લેક ૧૩૬૦૪ ની વૃતિ રચી હતી.
સમયસુંદરના શિષ્યના શિષ્ય નામે હર્ષકુશલ ગણું (ઉપાધ્યાય) હતા કે જેણે સમયસુંદરની ભાષાકૃતિ નામે ધનદત્તની પઈ પોતે સંધિત કરી હતી.
સમયસુંદરની શિષ્ય પરંપરા અખંડપણે સં. ૧૮૨૨ સુધી તો ચાલી આવેલી હતી એ વાત સિદ્ધ છે. સં. ૧૮૨૨ ના માગશર શુદિ ૪ ના દિવસે તેમની શિષ્ય પરંપરામાંના આલમચંદે “સમ્યકત્વ કેમુદ ચતુઃપદી ” એ નામની પદ્યકૃતિ મક્ષુદાબાદમાં બનાવેલ છે તેમાં પિતાની પ્રશસ્તિ આપતાં જણાવે છે કે,
યુગવર શ્રી જિનચંદ સુરીંદા, ખરતરગચ્છ દિશૃંદાજી રીહડ ગોત્ર પ્રસિદ્ધ કહેંદા સદગુરૂ સુજસ લહંદાજી. પ્રથમ શિષ્ય તસુ મહા વેરાગી જિણું મમતા સહુ ત્યાગી સકલચંદજી સકલ સેભાગી સમતા ચિત્તશું જાગી, તાસુ સસ પરગટ જગમાંહી સહુ કોઈ ચિત્ત ચાહે પાઠક પદવીધર ઉછાહે સમયસુંદરજી કહાહૈિ, તાસુ પરંપરમે સુવિચારી ભયે વાચક પદ ધારીજી કુશલચંદજી બહુ હિતકારી તાસુ શિષ્ય સુખકારી છે. સદગુરૂ આસકરણજી સુહાયા જગમે સુજસ ઉપાયાજી તાસુ શિષ્ય આલમચંદ કહાયા એ અધિકાર બણાયા . આ રીતે સમયસુંદરની શિષ્ય પરંપરામાં કુશલચંદ ઉપાધ્યાય થયા. તેના શિષ્ય આસકરણજી અને તેના શિષ્ય આલમચંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org