________________
(૨૭) | જૈનોનાં ભારતવર્ષમાં તેમના તીર્થકરોની જન્મભૂમિ, દીક્ષાભૂમિ,
લજ્ઞાનભૂમિ, નિર્વાણભૂમિ તરીકેનાં તીર્થો અનેક છે. તેમાં મુખ્ય શિવું જય, ગિરનાર, સખેત-શિખરાદિ છે. તે સર્વની યાત્રા દરેક ચુસ્ત જૈનને માટે આવશ્યક ગણાય. આ કવિએ રચેલ “તીર્થમાલા સ્તવન' પરથી જણાય છે કે તેમાં લખેલ અષ્ટાપદ અને નંદીશ્વર એ શાસ્ત્રોકત તીર્થ સિવાય બધાય તીર્થની યાત્રા તેમણે કરી હતી. તે સ્તવન નીચે પ્રમાણે છે – શત્રુજે નષભ સમેસર્યા ભલા ગુણ ભર્યારે, સિદ્ધા સાધુ અનંત,
તીરથ તે નમું રે, તીન કલ્યાણક તિહાં થયાં મુગતું ગયા, નેમીશ્વર ગિરનાર,
તીરથ તે નમ્ર. ૧ રેલ્વેમાં બાઢમેર સ્ટેશનથી જેસલમેર ૯૨ માઈલ છે. ત્યાં તપાગચ્છ ૧૯ મી સદીમાં પ્રવેશ કર્યો ને મહાકટે ૧૮૬૯ માં કેટની નીચે તેમના તરફથી શિખરબંધ દહેરું બંધાયું. ત્યાંના દહેરાં સંબંધી વિગત જિનસુખ સૂરિએ જેસલમેર ચિત્ય પરિપાટી બનાવેલ છે તેમાં મળે છે. ( જુઓ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પૃ૦ ૧૪૬. )
૨૦ શત્રુંજય-પાલીતાણું કાઠીયાવાડમાં–આવેલો પવિત્ર ગિરિ. ગિરનારજુનાગઢમાં આવ્યું કે જયાં વિમલ મંત્રીઓ અને વસ્તુપાલ મંત્રીએ મહાન કારીગરીનાં અભુત જૈન દેવાલયે બંધાવેલાં છે. સમેતશિખર કે જ્યાં ર૪ તીર્થકરો પૈકી ૨૦ મુક્તિ પામ્યા છે—ક્લકત્તાથી જવાય છે.
ચંપા એ વાસુપુજ્યની નિવણ ભૂમિ. પાવાપુરી-મહાવીરની નિવાણ ભૂમિ. જેસલમેર-વાંકાનેર પ્રસિધ્ધ છે.
સેરીસર, સેરિસા–કલ્લોલ પાસે. આ તીર્થને હમણાં જ ઉદ્ધાર કરવામાં આવ્યો છે.
શંખેશ્વર પાર્શ્વનાથ–પાટણથી ૨૦ ગાઉ દર. પંચાસરે પાર્શ્વનાથ પાટણમાં વનરાજ ચાવડાએ સ્થાપેલ.
ફલોધી–મેડતારેડ સ્ટેશનથી પા ગાઉ. સં૦ ૧૧૮૧ માં પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપાયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org