________________
(૨૪) તેમની ગાદી ત્યાં મળી. સં. ૧૬૭૬ માગશર માસમાં રાણપુર (સાદડી પાસે) ની જાત્રા કરી [ તે રાણકપુરની જાત્રા વખતે કરેલા સ્તવનમાં તેના મંદિરનું વર્ણન આપ્યું છે કે “ ચારે દિશાના ૨૪ મંડપ ચાર ચતુર્મુખ (મુખ) પ્રતિમા, તે દેહરાનું નામ ત્રિભુવનદીપક. ૪૪ દેરી, ભોંયરાં. મેવાડ દેશમાં ૯૯ લાખ ખર્ચા પિરવાડ ધરણકે બંધાવ્યું. ત્યાં ખરતર વસતિ છે ને તે ઉપરાંત બીજા પ્રાસાદ છે. અને તે વર્ષમાં લાહેર ગયા, સં. ૧૬૮૧ જેસલમેરમાં હતા. આની પછી સં૦ ૧૬૮૨ માં જેસલમેર પાસેના પાંચ ગાઉ પરના-અસલ રાજ્યધાની દ્રવપુરમાં રહેતા. ૧૮થે પદ સં. ૧૬૬૮ માં જિનચંદ્રસૂરિએ આસાઉલિમાં આપ્યું અને સૂરિપદ મેડતામાં સં ૧૬૭૪ ના ફાગણ સુદ ૭ને દિને થયું. તેનો મત્સવ ત્યાંના
પડા ગેટ્રીયસાહ આસકરણે કર્યો. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરી–દાખલા તરીકે સં. ૧૬૫ ના વૈશાખ શુદિ ૧૩ મુકે શત્રુંજય ઉપર અષ્ટમ ઉદ્ધારકારક અમદાવાદના સંધવી સોમજી શિવજીએ ઋષભ અને બીજા જિનોની પ૦૧ મૂર્તિઓ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી હતી. સં. ૧૬૭૭ જેડ વદિ ૫ ગુરૂવારે જહાંગીરના રાજ્યમાં અને શાહજાદા શાહજહાના સમયમાં ઉક્ત આસકરણે બનાવેલા મમ્માણ ( સંગેમર્મર) ના પથ્થરના સુંદર વિહાર (મંદિર) માં મેડતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અંબિકા દેવીએ વર આપ્યો હતો. અને તેથી ઘંઘાણપુરમાં પ્રાચીન પ્રતિમા કાઢી હતી. તેઓ પાટણમાં સં. ૧૬૯૯ ના આષાઢ શુદિ ૯ ને દિને સ્વર્ગસ્થ થયા. તેમણે નૈષધીય કાવ્ય પર જૈનરાજી નામની વૃતિ રચી છે અને બીજા ગ્રંથ રચ્યા છે. તેમના કહેવાથી મતિસારે ધન્ય શાલિભદ્રનો રાસ સં. ૧૬૭૮ આ વદિ ૬ ને દિને ખંભાતમાં રચ્યો હતો.
૧૮. શેર ભણશાલી સંબંધી એવું કહેવાય છે કે તે લેવપુર (હાલનું લોધરા) માં ધીને વેપાર કરતો હતો. એક ધીનું પાત્ર લઈ ભરવાડણ વેચવા આવી, તેની નીચે હરીવેલ હતી. આથી તે પાત્રના ઘીને તેલ કરતાં જેમ જેમ ધી કાઢતાં જાય તેમ તેમ તે પાત્ર ભરાતું જાય. આ હરીવેલ પાત્ર નીચેની ઘણી સાથે હતી, તે ઇંઢણી લઈને ઘેરશાહે ફેંકી દીધી, પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org