________________
(૧૯)
રાખ્યું. તે સમયે તેજ જિનચંદ્ર સૂરિએ સ્વહસ્તે કવિ સમયસુંદર તથા ગુણવિનય એ બે સાધુઓને ઉપાધ્યાય પદ આપ્યું, આ વાત ઉક્ત ગુણવિનયપઉપાધ્યાયેજ સં૦ ૧૬૫૫ માં રચેલા કર્મચંદ્ર લમેરમાં સં૦ ૧૬૪૦ ના માઘ શુદિ ૫ ને દિને; સૂરિપદ લાહોરમાં સં. ૧૬૪૯ ના ફાલ્ગન શુદિ ૨ ને દિને. અકમ્બર બાદશાહને મળવા માટે કાસિમરમાં કઠિન વિહાર (મુસાફરી) કર્યો હતો. વાર, સિંદૂર અને ગજ્જણ (ગિઝની) આદિ દેશમાં પણ તેમણે અમારિ એટલે જીવદયા-અહિંસા પ્રવતોવરાવી હતી. અકબર બાદશાહે પોતાના રાજવહિવટના છેલ્લા વર્ષમાં (સં. ૧૬૬૦ માં) દસ્તાવેજ કરી ફરમાન કરી આપ્યું હતું કે ભાદરવા સુદ ૯ થી ભાદરવા સુદ ૧૫ સુધી પિતાના સંપૂર્ણ રાજ્યમાં જીવહિંસા બંધ રાખવી. ત્યાર પછી જહાંગીર બાદશાહે તેમને “યુગપ્રધાન ” પદ આપ્યું હતું. પટ્ટધર જિનચંદ્ર સૂરિ સ્વર્ગસ્થ થતાં વેનાતટમાં (બિલાડા મારવાડમાં) ગચ્છનાયક પદ સં. ૧૬૭૦ ના પોષ વદિ ૧૩ ને દિને મેડતામાં મળ્યું. (જુઓ ઉપરત ખરતરગચ્છ પટ્ટાવલિ; સનાતન જૈન, જુલાઈ ૧૯૦૭, રત્નસાગર ભાગ ૨ પૃ૦ ૧૨૭; જ્ઞાનવિમલ કૃત સં. ૧૬૫૪ ની શબ્દપ્રભેદ વૃત્તિમાંની ગુરૂ પઢાવલિ, પીટસન રીપેર્ટ બીજે ૦ ૬પ) તેમની પાટે જિનરાજ સૂરિ (બીજા) આવ્યા.
૧૫. ગુણવિનય વાચક–તેમણે ભાષામાં આ પ્રબંધ ઉપરાન્ત અંજનાસુંદરી પ્રબંધ સં. ૧૬૬૨ ના ચૈત્ર સુદ ૧૩ બુધે; ગુણસુંદરી પઈ; અંચલમત સ્વરૂપ વર્ણન રાસ સં૦ ૧૬૭૪ માધ સુદ બુધવારે માલપુરમાં, લુમ્પકમત તદિનકર ચેપઇ આદિ રચેલ છે. ખરતર ગની ક્ષેમ શાખામાં ક્ષેમરાજ ઉપાધ્યાચના શિષ્ય પ્રબોધમાણિક્ય, તેના જયમ, અને તેના તેઓ શિષ્ય થાય. આ કવિએ સંસ્કૃતમાં પણ અનેક ગ્રંથ રચ્યા છે તે પછી ખંડ પ્રશસ્તિ કાવ્ય ટીકા સં. ૧૬૪૧, દમયંતી ચં ટીકા સં. ૧૬૪૬, રધુવંશ ટીકા સં૦ ૧૬૪૬, વૈરાગ્યશતક ટીકા સં. ૧૬૪૭, ઇઢિયપરાજયશતક વૃત્તિ સં. ૧૬૬૪, ઉતઘટન કુલક ખંડન સં. ૧૬૬૫ કે જેમાં ઉપરોક્ત ધર્મ સાગર ઉપાધ્યાયના મતનું ખંડન કરેલું જણાય છે, સંબોધસત્તરી ટીકા, લઘુઅંજિતશાંતિ સ્તોત્ર ટીકા છે. આ પરથી તેઓ એક સત્તરમા સકામાં વિદ્વાન ટીકાકાર અને સાક્ષર હતા એ નિર્વિવાદ છે. (વધુ માટે જુઓ એ રાસસંગ્રહ ભાગ ૩ જે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org