________________
(૧૫)
વિભૂષિત થતું હતું: રાજ્યની ઉથલપાથલે, અંધાધુધી, અને બીનસલામતી વારંવાર નડતી છતાં પિતાનાં ઉત્કૃષ્ટ વૈશ્ય ગુણોને લીધે ગૂજરાતનો વેપાર પડી ભાંગવા ન દીધું અને આજ પર્યત વેપાર ખેડવાની લાયકાત અને શક્તિ-તેજ રાખ્યાં. ”
(જેનધર્મ પ્રકાશનો જ્યુબિલી અંક). આટલું કહો હવે આપણે પ્રસ્તુત કવિ પરિચય કરવા પ્રત્યે વળીશું. કવિ પરિચય.
કવિ પિતાના જૂદા જૂદા ગ્રંથમાં નાની મોટી પ્રશસ્તિ આપી પિતાને કંઈક પરિચય કરાવતે ગમે છે. તે પરથી સમજાય છે કે પિતાને ગચ્છ જૈનતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયે પૈકો ખરતર ગચ્છ હતો. તે ગચ્છના ઉત્પાદક સંબંધી એવો ઉલ્લેખ પિતે કરે છે કે –
જેનોને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પટ્ટપરંપરાએ દેવાચાર્ય થયા, તેમના પટ્ટધર નેમિચંદ્ર, તેના પછી ઉદ્યોતનસૂરિ થયા. તેમણે બુગિરિના એક શિખર પર અષ્ટમ તપ આદરી સૂરિમંત્ર આરાધ્યું. ત્યાર પછી વર્ધમાનસૂરિ થયા. તેના શિષ્ય જિનેશ્વરે ગૂજરાતના રાજ દુલભરાજ, (સં. ૧૦૬૬ થી ૧૦૭૮ ) ની રાજ્ય સભામાં શ્રી અણહિલ્લપુર (પાટણ) નગરે શ્વેતપટ (ચૈત્યવાસી ) સાથે વાદ કરી તેઓનો પરાભવ કર્યો અને વસતિને મને હારી માર્ગ પ્રગટ કર્યો. તે સૂરિના પટધર સંવેગરંગશાલા નામના ગ્રંથના રચનાર જિનચંદ્રસૂરિ થયા અને તેના પછી પટ્ટધર, ખરતરગણનાયક, જેન સિદ્ધાંત શાસ્ત્રો પૈકી નવું અંગ-આગમ પર સંસ્કૃતમાં વૃત્તિ-ટીકા રચનાર અભયદેવસૂરિ થયા. ૧૧
૧૧. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં (સં. ૧૬૧૭) અભયદેવસૂરિ ખરતર હતા કે નહિ તે સંબધી પાટણમાં જ તપાગચ્છના ધર્મસાગર ઉપાધ્યાય અને ખરતરગચ્છના ધનરાજ ઉપાધ્યાયને જબરે ઝઘડો થયો હતો. ધર્મસાગરે એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org