________________
(૧૪) ફાળો આપે, પણ એકકેયનો અનાદર ન ઘટે. જેનેતરોમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના મેહને લીધે, યા મુસલમાનોના આક્રમણથી થયેલી હિન્દુ રાજ્યની પાયમાલીને કારણે ભાષાસાહિત્ય મુખ્યપણે ન ખીલ્યું હોય તો તે સંભવિત છે, તેમજ જૈનેમાં મુખ્યપણે ત્યાગી અને પરિભ્રમણશીલ સાધુઓ બ્રહ્મચર્ય સેવી વિદ્યાવ્યાસંગી રહી ભાષાસાહિત્ય પ્રત્યેના મોહને લીધે તે વિશેષ ખીલવી શક્યા હોય તે તદ્દન સંભવિત છે; સ્વ. રણજીતરામ વાવાભાઈ મહેતાએ સત્યરીતે અને આગળ વધીને જણાવ્યું છે કે
“અલાઉદ્દીન ખીલજીના સરદારોએ ગુજરાતના હિન્દુ રાજ્યને પાયમાલ કીધું ત્યાર પછી ચાલેલી અંધાધુધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણોએ શારદાસેવન ત્યજી દીધું, પણ મંદિરો–પ્રતિમા આદિની આશાતના થવા છતાં જૈન સાધુઓ પોતાના અભ્યાસમાં આસ્થત રહ્યા અને શારદા દેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓને પાટે, અમદાવાદની સલતનત તૂટી ત્યારે, શ્રી હીરવિજયસૂરિ નામે સાધુ હતા. આગ્રે જઈ ઈબાદતખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધમીઓને તેમણે જૈનધર્મનો મહિમા બતાવ્યું.
આ ઇતિહાસ શું કહે છે? ગુજરાતના અગ્રગણ્ય નાગરિક જનને સૂર્ય ગુજરાતના હિન્દુ સામ્રાજ્ય દરમ્યાન મધ્યાન્હમાં હતા અને હેમચંદ્રની માફક અમાસને દિવસે પ્રકાશજવલ પૂર્ણિમા આણવા સમર્થ હતો. તેઓ મહિનાઓના મહિના સુધી દરિયો ખેડી લાંબી સફર કરી દેશદેશાવરની લક્ષ્મી લાવી ગુજરાતમાં ઢળતા; પોતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઉભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતા, અણહિલપુરની ગાદીનું ગેરવ જાળવતા–વધારતા, બીજા દેવોનાં મંદિરે ખંડિયર થઈ જતાં હતાં, છતાં સરસ્વતી દેવીનાં મંદિરે જન સાધુઓના ભીષ્મ પરિશ્રમને લીધે ઘંટનાદથી ગાજી રહ્યા હતાં. દેલવાડાપરનાં વિમળશાહનાં દહેરાં જેવાં અનેક સાંદર્યથી ગૂજરાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org