________________
(૧૩) પૃથ્વીરાજની કરેલ “વેલિ' (કૃષ્ણ રુકિમણુનીવેલી ) ૧નાં વખાણ સાંભળી પોતે યુવરાજ હતા ત્યારે અને પટ્ટાભિષેક થયા પછી જેસલમેરના સર્વ કવિ અને વિદ્વાનોને એકઠા કરી “મારેલાની વાર્તાના પ્રાચીન દેહા એકઠા કરી તેને વાર્તાના આકારમાં યથાક્રમે ગોઠવી જે ઉત્તમ ગ્રંથ બનાવશે તેને હું ઈનામ આપીશ” એમ કહી કેટલાક ગ્રંથ રચાવેલા પિતા પાસે તૈયાર હતા તેમાંથી સર્વોત્તમ જે ગ્રંથ બન્યો હતો તે બાદશાહને ભેટ ધર્યો. આ વાતને, મારૂઢેલાની વાર્તાપર જેટલા ગ્રંથ બન્યા છે તે હરરાજજીની આજ્ઞાથી બન્યા છે એવું છ સાત ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાતાં ટેકો મળે છે. (વાકુ સંદર્ય સં. ૧૯૭૩ માર્ગશીર્ષને અંકે).
આ રીતે આપણે આ મધ્યયુગના-સત્તરમા સૈકાના ખાસ વિશિષ્ટ ગુણે જોયા. જેન કૃતિઓ અપ્રકટ હોવાના કારણે યા તે પર અલક્ષ હોવાના કારણે માત્ર જૈનેતર કતિઓ લઈ યુગોનાં લક્ષણે જૈનેતરો બાંધે અને તે માટે તેમજ અમુકના અમુક જૈનેતર ઉત્પાદક એમ સિદ્ધાન્ત (theories) ઘડે એ સ્વાભાવિક છે. પણ જે અત્ર ભારપૂર્વક નમ્ર વકતવ્ય છે તે એ છે કે જેનકૃતિઓ પર લક્ષ રાખવાથી તે સિદ્ધાંત ખંડિત બની ચૈતન્યશન્ય થાય તેમ છે. ગૂર્જર વાદેવીનાં બંને સંતાનો-જેનેતર તેમજ જેને સમાન-દષ્ટિએ નિરખવાં ઘટે. બનેનો ફાળે સંયુક્ત અવિભકત પુંછ છે. કોઈ એ છે, કઈ વધુ
૧૦ જુઓ ગુજરાતીનો દીવાળી અંકસં. ૧૯૭૭ પૃ. ૬૯. “રાડેડ પૃથ્વીરાજ અને વેલી કિસન રૂક્ષ્મણીરી' એ નામને લેખ. તેમાં તેને રસ્યા સં. ૧૬૩૪ આપેલ છે ને ભાટ ચારણો આગળ પરીક્ષા માટે સં૦ ૧૬૪૪ માં મૂકેલ હોય એમ તેની છેલ્લી બે કડીઓ પરથી જણાય છે. જો આ કડીઓ પાછળથી ઉમેરી ન હોય ને પૃથ્વીરાજની સ્વરચિત હોય, તો પછી હરરાજજી તે કૃતિની સામે મૂકવા બીજી કૃતિ સં. ૧૬૧૭ માં ઉત્પન્ન કરાવવા માંગે એ બંધનું નથી. બાકી હરરાજજીના આનંદ માટે તે કૃતિ થઈ અને બનાવરાવી એ કથન સિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org