________________
(૧૨) પ્રચલિત કથાઓને એકત્રિત આકારમાં ગોઠવી સંગ્રહ કરી યા કઈ અન્ય ભાષાના ગ્રંથમાંથી સ્વ ભાષામાં ઉતારી હેય, તેવી રીતે શામળભદ્દે પણ કર્યું હેય. લકથાના સાગર રૂપ કથાસરિત્સાગર, ક્ષેમકર ત સિંહાસન દ્વાર્નાિસિકા અને સંસ્કૃત વેતાલપચવિંશતિ જૂની-પ્રાચીન કૃતિઓ છે.
કેટલાક એમ કહેતા હોય કે જેના સાધુઓ શૃંગારરસથી યુક્ત કાવ્યને રચે યા રચવાને દાવો કરે તો તે જૈન ધર્મને દીક્ષિત યતિ જ ન કહેવાય તે આના ઉત્તરમાં જણાવવાનું કે ઉપરોકત કુશલલાભની માધવાનળની કથા શૃંગારરસથી ભરેલી ઉત્તમ પ્રતિની વાર્તા છે, એ રે. હવિન્દદાસ કાંટાવાળાએ સ્વીકાર્યું છે. જૈન કવિઓ અલબત ઉઘાડ અમર્યાદિત શુંગાર નહિ મૂકે, કે જેથી જેમ શામળભદ્રને માટે નર્મદ કવિને કહેવું પડ્યું કે “શામળભટે કેટલીક વાર્તાઓ ન લખી હોત તે સારું' તેમ જૈન કવિઓ માટે કહેવું નહિ જ પડે. વિશેષમાં જૈન સાધુઓ જેમ અમુક સગુણનું પ્રતિપાદન કરે છે, તેમ આ (માધવાનળની કથાના) ગ્રંથમાં શીળને મહિમા બતાવ્યો છે, એટલે તે બાબતમાં તે ( જૈન કવિ) શામળભદ્ર કરતાં ચઢે છે.........આ કૃતિ શામળભટ્ટની પૂર્વેના શતકમાં રચાઈ હતી. ” (રા. હરગોવિન્દદાસ કાંટાવાળા).
આ કથા તેમજ મારૂ ઢેલાની ચોપાઈ બને જેસલમેરમાં ત્યાંના મહારાજા રાવળ માલદેવજીના પાટવીકુમાર શ્રી હરરાજજી (કે જેમણે વિ. સં. ૧૬૧૮ થી ૧૬૩૪ સુધી જેસલમેરનું રાજ્ય કર્યું) ના કુતુહલ અને વિનેદ અથે બનાવેલ છે. મારૂઢેલાની ચોપાઈ સંબંધી એવી વાત છે કે હરરાજજીએ સં૦ ૧૬ ૧૭ માં અકબરનું સ્વામીત્વ રવીકારી દિલ્હી દરબારમાં જવા આવવા માંડયું હતું. એમણે
૯ લખપતિ શૃંગાર એ મથાળાને લેખ. સ્વ. કવિ જીવરામ અજરામર ગોર. ગુજરાતી દીવાળી અંક સં. ૧૯૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org