________________
( ૭ )
સારા સારા કવિ અને લેખક પાકયા છે, ઉદુ ભાષાની સ્થાપના-પ્રતિષ્ઠા મુખ્યપણે આ સમયમાં થઈ. હિંદી ભાષાના સમયવીર-મુખ્ય નાયક ગારવામી તુલસીદાસ આ યુગમાં થયા કે જેમની કવિતાકાલ (સં. ૧૬ ૩૧-સં. ૧૬૮૦) છે. તે મહાનુભાવ-મહાત્માએ રામાયણ આદિ રચી હિન્દી પર જેટલે ઉપકાર કર્યો છે તેવો કોઈએ કર્યો નથી; કવિપ્રિયા અને રસિકપ્રિયાના કર્તા હિન્દી કવિ કેશવદાસ (કવિતાકાલ સં. ૧૬૪૮–૧૬૬૮) એક પ્રતિષ્ઠિત નામી કવિ થયા, આ ઉપરાંત અકબરના દરબારમાંના ગંગકવિ, બીરબલ (“બ્રહ્મ ઉપનામવાળા) આદિ, તેમજ સેનાપતિ, દાદૂ દયાલ, સુન્દરદાસ બનારસીદાસ પ્રભુતિ કવિઓ, ઉદ્ભવ્યા. આ બૃહત્કાલમાં આની પહેલાં સૂરદાસ આદિએ વ્રજભાષા દ્વારા કૃષ્ણ કવિતા પર અધિક ધ્યાન આપ્યું હતું, જ્યારે તુલસીદાસના કાલથી રામભકિતની ધારા વહો અને પછી રામભકતોએ કૃષ્ણની પેઠે રામનું પણ શંગારપૂર્ણ વર્ણન કર્યું. (આની અસર જૈનસાહિત્યમાં નેમિનાથ-રાજુલ અને સ્થૂલભદ્ર ને કેશ્યાના પ્રસંગે લઈ શૃંગાર પર મર્યાદિત સ્વરૂપે ઉતરી વિરાગ્ય પરિણામ પર લાવવા પ્રત્યે જૈન કવિઓ પ્રેરાયા હોય એવું સંભવે છે) મહારાષ્ટ્રમાં મહાભારત મરાઠીમાં અવગત થયું અને તત્ત્વજ્ઞાનમય અભંગો-દાસબધ જેવા તાત્ત્વિક ઉપદેશ ભાષામાં ઉતરવા લાગ્યા. આવા પ્રતાપી-
ઉિત્સાહભર્યા શતકમાં ગૂજરાતી સાહિત્યમાં ગાનનો ધ્વનિ મંદ પડે એ માનવાને જરૂર આંચકે આવે. આ મધ્યયુગ ભાષા
ગૂર્જર પ્રાચીન સાહિત્યના ત્રણ યુગ નામે અપભ્રંશ યા પ્રાચીન ગુજરાતી યુગ મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ એમ પાડીએ, તે અપભ્રંશ યુગમાં “અપભ્રંશ કિવા પ્રાચીન ગુજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને પ્રાપ્ત બેલીઓના પાણિની'– હેમાચાર્ય (વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org